ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: સોમવાર, 26 ડિસેમ્બર 2022 (11:57 IST)

શુક્રના રાશિ પરિવર્તનથી આ 4 રાશિના જાતકોને થશે ધન લાભ, બનશે આવકના નવા સ્ત્રોત

shukra grah ka rashi parivartan
Grah Gochar 2022 : જ્યોતિષ શાસ્ત્ર મુજબ છેલ્લા કેટલાક મહિનાઓમા મોટા ગ્રહોએ પોતાનુ રાશિ પરિવર્તન કર્યુ છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જ્યારે કોઈ ગ્રહ ગોચર કર્વે છે તો તેની અસર એ ગ્રહ  સાથે સંબંધિત રાશિઓ પર પણ પડે છે. આ અસર શુભ અને અશુભ બંને પ્રકારની હોઈ શકે છે. આ વર્ષે ડિસેમ્બરનો મહિનો ગ્રહ નક્ષત્રોની સ્થિતોના હિસાબથી ઘણો શુભ માનવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં શનિ, બુધ અને શુક્ર ગ્રહ એક જ રાશિ મકરમાં એકત્ર થવા જઈ રહ્યા છે. જેની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે. 
 
શનિ પહેલાથી જ મકર રાશિમાં હાજર છે. બીજી બાજુ 28 ડિસેમ્બરથી બુધ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 29 ડિસેમ્બરના રોજ શુક્ર પણ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરી જશે. બુધ, શુક્ર અને શનિ ગ્રહનુ એક જ રાશિમાં ભેગુ થવુ ખૂબ મોટો બદલાવનો સંકેત લઈને આવી રહ્યુ છે. આ ગ્રહોનુ એક જ રાશિમાં ભેગા થવાથી ચાર રાશિવાળા માટે ખૂબ જ શુભ અને લાભકારી થવાનુ છે. તો ચાલો જાણીએ કંઈ છે એ 4 રાશિઓ 
 
મેષ રાશિ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2022ના અંતિમ મહિનામાં આ ગ્રહોનુ એક જ રાશિમાં ભેગા થવાથી મેષ રાશિવાળા માટે શુભ સાબિત થવાનુ છે.   મેષ રાશિના જાતકોને બુધ, શુક્ર અને શનિના સંયોગથી લાભ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નોકરી ધંધાના લોકોને પ્રમોશન અને આવકમાં વધારો થવાની સંભાવના છે. જો તમે તમારો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે અને ધનલાભના સંકેત મળી રહ્યા છે. 
 
કન્યાઃ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિમાં બુધ, શુક્ર અને શનિ એકસાથે મળવાના કારણે કન્યા રાશિના લોકોનો સમય સારો રહેવાનો છે. બેરોજગાર લોકોને નોકરીની તક મળશે. આવકના ક્ષેત્રોમાં વૃદ્ધિની સંભાવના છે. જો તમે નોકરીયાત વર્ગમાંથી છો તો તમને પ્રમોશન મળશે. આ સિવાય જૂના મિત્રને મળવાથી પણ તમારું મન પ્રસન્ન રહેશે.
 
કર્કઃ- શનિ, બુધ અને શુક્રની મકર રાશિમાં ભેગી થવાના કારણે કર્ક રાશિના લોકો માટે અપાર લાભના સંકેતો છે. કર્ક રાશિના જાતકોને આ સમયગાળામાં વાહન સુખ મળી શકે છે. આ સાથે આવકના સ્ત્રોત પણ વધશે. કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. પૈતૃક સંપત્તિમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે. જો તમે અપરિણીત હોવ તો લગ્નની શક્યતાઓ બની શકે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
 
મીનઃ- મકર રાશિમાં બુધ, શુક્ર અને શનિ એકસાથે મળવાના કારણે મીન રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ થશે. મીન રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે. જો તમે વેપારી વર્ગના છો, તો તમને મોટી રકમ મળી શકે છે. આ સિવાય મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદેશ પ્રવાસની તક મળી શકે છે. ધંધામાં કોઈ મોટી ડીલ ફાઈનલ થવાથી ફાયદો થશે.