મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ કાવ્ય
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (19:58 IST)

ગુજરાતી કાવ્ય - એ પિતા હોય છે

બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા
દવા લાવનારા, ચા-કોફી આપનારા
પૈસાની જોડતોડ કરનારા
........ એ પિતા હોય છે
 
સૌને લાવવા, લઈ જવા
જાતે જ રસોઈ બનાવવી
સર્જરી પછી પત્નીને તકલીફ ન થાય
તેથી બાળક રડે તો આખી રાત જાગનારા
...... એ પિતા હોય છે
 
સારી શાળામાં એડમિશન માટે ભાગદોડ કરનારા
ડોનેશન માટે ઉધાર લેનારા
સમય પડે તો હાથ-પગ જોડનારા
........... એ પિતા હોય છે
 
કોલેજમાં સાથે જનારા, હોસ્ટેલ શોધવી
ખુદ ફાંટેલી બનિયાન પહેરીને
તમને નવી જીંસ અપાવનારા
... એ પિતા હોય છે
 
જૂના મોબાઈલથી કામ ચલાવી તમને સ્ટાઈલિશ મોબાઈલ આપનારા
તમારા પ્રીપેડના પૈસા જાતે જ ભરનારા
તમારી એક અવાજ સાંભળવા માટે તરસનારા
..... એ પિતા હોય છે
 
લવમેરેજ કરતા તમારાથી નારાજ રહેનારા
બધુ સમજી વિચારીને કર્યુ છે ને ? કહીને તમારી પર ગુસ્સે થનારા 
પપ્પા તમને કંઈ સમજણ પડે છે ? સાંભળીને રડનારા
.... એ પિતા હોય છે
 
છોકરી સાસરે જતી વખતે રડનારા
મારી દિકરીને સારી રાખજો
હાથ જોડીને આવી પ્રાર્થના કરનારા
... એ પિતા હોય છે