સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

અક્બર બીરબલની વાર્તા - આંધાળાઓની ગણતરી

એક વખત અકબર રાજા પોતાનો દરભાર ભરીને બેઠા હતા. અકબરને એક વિચાર આવ્યોં. તેણે બિરબલને કહ્યું આપણા રાજ્યમાં કેટલા આધળા લોકો છે તેની ગણતરી કરવી છે. બિરબલે વિચાર્યું બાદશાહ આવા નકામા કાર્ય કરે છે માટે તેમને પાઠ ભણાવવો પડશે. તેણે એક યુક્તિ બનાવી અને આંધળા લોકોની ગણતરી કરવાની જવાબદારી લઇ લીધી.

બીરબલ બીજા દિવસે સવારના રાજ્યના મુખ્ય રાજમાર્ગ પર બેસીને બુટ-ચંપલ બનાવવા લાગ્યો. સૌ પ્રથમ અકબરની સવારી ત્‍યાંથી પસાર થઇ. અકબરે બિરબલને બુટ-ચપલ સિવતા જોઇને પૂછ્યું - બિરબલ આ શું કરી રહ્યોં છે?

બિરબલે કહ્યું કશું નહી. અકબરે વિચાર્યું આવું કરવા પાછળ બિરબલની કોઇ યુક્તિ હશે. તેઓ ત્‍યાંથી ચાલ્યા ગયાં. ત્‍યાર બાદ જેટલા લોકો ત્‍યાંથી નિકળ્યાં તેઓએ બિરબલને એકજ સવાલ પૂછ્યો - બિરબલ આ શું કરી રહ્યો છે?

બીજા દિવસે બિરબલ એક લીસ્‍ટ લઇને અકબરના દરબારમાં આવ્યો. બિરબલે અકબરને સલામ કરીને કહ્યું જહાંપન મેં આંધળા લોકોની ગણતરી કરી લીધી છે. અકબરે બિરબલને તે નામને જાહેર કરવાનું કહ્યું. બિરબલ નામ વાંચવા લાગ્યો. સૌ પ્રથમ અકબરનું નામ, બાદમાં જેઓએ બિરબલને રસ્‍તા પર બુટ-ચંપલ બનાવતા જોયા બાદ પૂછ્યું હતું તેમના નામ આવ્યાં.

અકબર પોતાનું નામ સાંભળી ગુસ્‍સે થઇ ગયા. તેમણે બિરબલને પુછ્યું તેં ક્યા કારણે મને આંધળો કહ્યો? મારી બંને આંખો સલામત છે.

બિરબલે સલામ કરીને કહ્યું જહાંપના ગઇ કાલે રાજમાર્ગ પર હું બુટ-ચંપલ બનાવતો હતો. ત્‍યારે તમે મને પુછ્યું હતું કે - બિરબલ આ શું કરી રહ્યો છે?
તમને આંખોથી દેખાતું ન હતું માટે જ તમે આ પ્રશ્ન મને પૂછેલો.

બિરબલની ચતુરાઇથી બાદશાહ રાજી થઇ ગયા અને બિરબલને ઇનામ આપ્યું.