બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Kitchen Tips - બળેલા વાસણોને ફરીથી ચમકાવવાના 5 સહેલી ટ્રિક્સ

કિચનની શોભા વધારે છે ત્યા મુકેલા ચમકતા વાસણ. પણ અનેકવાર રસોઈ બનાવતી વખતે વાસણ એટલા બળી જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે.  જો કલાકો સુધી પણ તેને સાફ કરતા રહો તો પણ તે પહેલા જેવા ચમકતા નથી. જેને કારણે રસોડામાં આ ડાઘવાળ વાસણ ખૂબ ગંદા લાગે ચ હે. જો તમારી સાથે પણ આવુ થાય છે તો કલાકો સુધી ટાઈમ વેસ્ટ કરીન એ બળેલા વાસણોને ચમકાવવાને બદલે કેટલાક સહેલા ઉપાય અપનાવીલો. જી હા આજે અમે તમને એ ઘરેલુ ઉપાયો બતાવીશુ જેને અપનાવીને તમે મિનિટોમં વાસણ ચમકાવી શકશો. 
 
બેકિંગ સોડા - બળેલા વાસણમાં 2 કપ પાણી, એક ચમચી બેકિંગ સોડા 2 ચમચી લીંબુનો રસ નાખીને 2 મિનિટ સુધી ગરમ કરો. પછી તેને સ્ટીલ વૂલથી સારી રીતે રગડીને સાફ કરી લો. વાસણ ચમકી જશે. 
 
 
મીઠુ -  જી હા મીઠુ ખાવાનો સ્વાદ વધારવાની સાતેહ કિચનની સાફ સફાઈનુ કામ પણ સહેલાઈથી કરી દે છે. જો વાસણ બળી જાય તો તેમા મીઠુ અને પાણી નાખીને 4 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ વાસણ ધોવાના સ્ક્રબર કે બ્રશથી સાફ કરી લો. તેનાથી બળેલા વાસણના નિશાન મિનિટમાં ગાયમ થઈ જશે. તમને વાસણ વધુ રગડવા નહી પડે 
 
ટામેટાનો રસ - ખાવાની સાથે ચાંદી કે વાસણોને ચમકાવવામાં પણ ટામેટાનો રસ ખૂબ મદદ કરે છે. બળેલા વાસણમાં ટામેટાનો રસ અને પાણી મિક્સ કરીને ગરમ કરો. હવે તેને રગડીને સાફ કરી લો. તમે ચાહો તો કેચઅપથી પણ તેને સાફ કરી શકો છો. કેચઅપને થોડી વાર માટે વાસણમાં નાખી મુકો પછી સ્ક્રબરથી સાફ કરો. 
 
ડુંગળી - ટામેટાની જેમ ડુંગળી પણ વાસણોની ચમક વધારવામાં અસરદાર ટ્રિક છે. ડુંગળીનો એક ટુકડો લઈને તેને બળેલા વાસણ પર નાખી દો.  હવે આ વાસણમાં પાણી નાખીને ઉકાળી લો.  આવુ કરવાથી થોડી વાર પછી આ નિશાન મટી  જશે. 
 
લીંબુ - લીબુ પણ સાફ સફાઈ માટે બેસ્ટ ટ્રિક છે. 1 મોટુ કાચુ લીંબુ લો અને તેને વાસણમાં બળેલા ભાગ પર રગડો. તમે ચાહો તો લીંબુ અને 3 કપ પાણીને વસણમાં મુકીને ઉકાળો. ત્યારબાદ બ્રશથી વાસણના બળેલા ભાગને સારી રીતે સાફ કરો. જેનાથી વાસણ સહેલાઈથી સાફ થઈ જશે.