ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2025 (12:29 IST)

HMPV Case in India - ચીન પછી હવે ભારતમાં પણ HMPV વાયરસના કેસ, આ રાજ્યમાં બે બાળકો સંક્રમિત

HMPV virus in india
HMPV virus in india
HMPV First Case in India: ચીનમાં તબાહી મચાવનારા એચએમપીવી વાયરસે હવે ઈંડિયામાં એંટ્રી કરી છે. બેંગલુરૂના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 8 મહિનાના બાળકમાં હ્યુમન મેટાપન્યૂમોવાયરસ (HMPV) નો મામલો મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકની કોઈ ટ્રૈવલ હિસ્ટ્રી નથી.  , હોસ્પિટલની લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટમાં HMPV વાયરસની પુષ્ટિ થઈ છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને આ માહિતી આપી છે. કર્ણાટક આરોગ્ય વિભાગ ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વધુ સૂચનાઓની રાહ જોઈ શકે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું આ HMPVનો એ જ સ્ટ્રેન છે કે જેના ચીનમાં કેસ વધી રહ્યા છે.