સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (23:35 IST)

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ શરૂ, 130 વર્ષ પછી બન્યો છે આવો સંયોગ

5 may chandra grahan
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે શરૂ થઈ ચુક્યુ  છે. આપને જણાવી દઈએ કે  આ ગ્રહણ રાત્રે 8:46 વાગ્યે શરૂ થયું છે અને મધ્યરાત્રિ પછી 1:20 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 15 મિનિટનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ ચંદ્રગ્રહણ તુલા અને સ્વાતિ નક્ષત્રમાં થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. ઉપચ્છાયા ચંદ્રગ્રહણનો અર્થ એ છે કે ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં, ચંદ્ર પૃથ્વીના ઉપચ્છાયામાં પ્રવેશ કરે છે અને ત્યાંથી જ બહાર નીકળી જાય છે. ઉલ્લેખનીય છે કે બુદ્ધ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ 130 વર્ષ પછી એકસાથે થવાનો આ દુર્લભ સંયોગ છે. આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થઈ રહ્યું છે.
 
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ
ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે. સૂર્યની પરિક્રમાં વખતે જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે. ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે
 
ચંદ્રગ્રહણ પછી ચમકશે આ રાશિઓની કિસ્મત 
ચંદ્રગ્રહણ પછી સિંહ, મિથુન, મકર, ધનુ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. મકર રાશિના લોકોને સારી નોકરી મળી શકે છે. આ સાથે સિંહ રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. મિથુન રાશિના લોકોને રોગમાંથી મુક્તિ મળશે. ધનુ રાશિના લોકોને ફાયદો થશે.
 
ન કરશો ભોજન 
ચંદ્રગ્રહણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. આમ કરવાથી આંખો અને પેટ પર સીધી અસર થાય છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન, ચંદ્ર પ્રદૂષિત થઈ જાય છે. ચંદ્રગ્રહણની અસર ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર પણ પડે છે એટલે કે જો કોઈ ગર્ભવતી સ્ત્રી તેને  ખુલ્લી આંખે જુએ તો બાળકને સાઈડ ઈફેક્ટ થાય. ચંદ્રગ્રહણ દરમિયાન ખોરાક ન લેવો જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
 
આ શહેરોમાં જોવા મળશે ચંદ્રગ્રહણ 
ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચંદીગઢ વારાણસી, પુણે, ઈમ્ફાલ, અમદાવાદ, હૈદરાબાદ, ઈટાનગરમાં જોવા મળશે.