સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ચલ ચલા ચલ

IFM

નિર્માતા : માના શેટ્ટી, જીપી વિજય, ધર્મેશ રોજકોટિયા
નિર્દેશક : રાજીવ કુમાર
સંગીત : અનુમલિક, આનંદ રાજ આનંદ
કલાકાર : ગોવિંદા, રીમા સેન, રાજપાલ યાદવ, અસરાની, મનોજ જોશી, ઉપાસના સિંહ, અમિતા નાંગિયા, ઓમપુરી, મુરલી શર્મા, રજ્જાક ખાન, આસિફ બસરા.

દિપક(ગોવિંદા) થોડો બુધ્ધુ પ્રકારનો વ્યક્તિ છે. તે મોટાભાગે નોકરી બદલતો રહે છે. કારણ કે તે ભ્રષ્ટાચાર આગળ માથુ નમાવવુ પસંદ નથી કરતો. તેના પિતા ઓકારનાથજી એક પ્રાઈવેટ સ્કૂલના પ્રિંસીપલ હતા. વર્ષોથી તેઓ શાળા વિરુધ્ધ કેસ લડી રહ્યા છે કારણ કે શાળાએ તેમની પેંશન અને પ્રોવિડંટ ફંડ રોકી મૂક્યો છે. ઓંકારનાથજીને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે, જો કે આ માટે તેમના ઘણા પૈસા અને સમય બરબાદ થયા છે. દીપક આ બાબતે પોતાના પિતાજીની મદદ કરે છે.

છેવટે એક દિવસ દીપકના પિતા કેસ જીતવામાં સફળ થાય છે. સ્કૂલ પાસે પૈસો નથી હોતો તેથી કોર્ટ સ્કૂલને પ્રોપર્ટી આપવાનો નિર્ણય સંભળાવે છે. સ્કૂલની એક બસ તેમને મળે છે.

દીપકના પિતાની ઈચ્છા છે કે દીપક બસને પોતાનો રોજગાર બનાવે અને દીપક ખુશીથી માની જાય છે. પરંતુ તેમના કુંટુબના સભ્યો બે બહેનો છાયા અને અપર્ણા(ઉપાસના સિંહ અને અમિતા નાંગિયા) અને તેના ઘર જમાઈ પતિ વિનાયક અગ્રવાલ(અસરાની) અને યૂયૂ ઉપાધ્યાય(મનોજ જોશી) તેના વિરુધ્ધ છે. તેમનુ માનવુ છે કે બસ ચલાવવુ સારુ કામ નથી. તે બસને વેચવા માંગે છે. વિનાયક એક વકીલ છે.

સુંદર (રાજપાલ યાદવ) દીપકનો મિત્ર છે અને અમેરિકન વીસા મેળવવાના ચક્કરમાં છે. તે દીપકની સાથે મળીને એક કંપની 'ચલ ચલા ચલ' ખોલી લે છે. બસ ખૂબ જ ખટારા જેવી હતી અને તેને રિપેયર કરવાના ચક્કરમાં તેમનો ઘણા પૈસા બરબાદ થાય છે.

દીપક પોતાની બસ માટે બસંતીલાલ (રઝાક ખાન)ને ડ્રાયવર અને હરીલાલ(આસિફ બસરા)ને કંડક્ટર બનાવે છે. બસંતીલાલની આંખો પર મોટો ચશ્મો છે અને હરીલાલની નજર સદા હેરફેરમાં લાગેલી રહે છે.ભ્રષ્ટાચાર અહી પણ દીપકનો પીછો નથી છોડતો. યૂયૂ ઉપાધ્યાય ચીફ વ્હીકલ ઈસ્પેક્ટર છે અને તે દીપકને સતાવવામાં કોઈ કસર નથી છોડતો.

દીપક પોતાના ડ્રાયવર અને કંડક્ટરથી પરેશાન છે, પરંતુ એ તેમનુ કશુ જ બગાડી શકતો નથી. તે યૂનિયન લીડર મિ. સિંહ(મુરલી શર્મા)નો ખાસ છે.

P.R
આ બસની એક ખાસિયત છે કે તેમા સુંદર પાયલ (રીમા સેન) યાત્રા કરે છે, જે દીપકને પસંદ છે. પણ અહીં પણ બિચારો મુસીબતમાં ફસાય જાય છે. પાયલને બસ ટક્કર મારી દે છે અને તેનુ હાડકુ તૂટી જાય છે. તે પણ દીપક પાસે પૈસા વસૂલવાના મૂડમાં છે.

આ બધાથી દીપક કેવી રીતે છુટકારો મેળવે છે, એ માટ તમારે જોવી પડશે ફિલ્મ 'ચલ ચલા ચલ'.