સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ચાંદની ચોક ટુ ચાઈના

IFM
નિર્માતા : રમેશ સિપ્પી, મુકેશ તલરેજા, રોહન સિપ્પી.
નિર્દેશક - નિખિલ અડવાણી
સંગીત : શંકર-અહેસાન-લોય
કલાકાર ; અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર શૌરી, મિથુન ચક્રવર્તી, ગોર્ડન લિયૂ.

સિધ્ધુ (અક્ષય કુમાર) દિલ્લીની ચાંદની ચોકમાં રોડ કિનારે લાગેલી ખાવાનું બનાવવાની દુકાનમાં શાક કાપવાનું કામ કરે છે. પોતાની જીંદગીથી તે ખુશ નથી. મહેનત કરવાને બદલે તે શોર્ટકટ દ્વારા આગળ વધવા માંગે છે. જ્યોતિષિયો અને સાધુઓને તે નસીબ ચમકાવવાના તુક્કાઓ પૂછતો રહે છે. તેને પોતાની મહેનત પર ભરોસો નથી.

દાદા(મિથુન ચક્રવર્તી) તેના પિતા જેવા છે. તે તેને ફાલતૂ વાતો તરફ ધ્યાન ન આપીને મહેનત પર જોર આપવાની વાત કરી છે. પરંતુ સિધ્ધૂ એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી કાઢી નાખે છે.

છેવટે સિધ્ધૂના જીવનમાં એ તક આવી જ જાય છે જેની તે રાહ જોતો હતો. ચીનમાંથી બે અજનબી સિધ્ધૂની પાસે આવે છે અને તેને જણાવે છે કે તે પાછલા જનમમાં ચીનનો મોટો યોધ્ધા હતો. હવે તેનો પુનર્જન્મ થયો છે. તેઓ તેને ચીન લઈ જવા માંગે છે.

IFM
સિધ્ધુ તો રાજીનો રેડ થઈ જાય છે. તેને લાગે છે કે શાક કાપવાના કામમાંથી તેને મુક્તિ મળી ગઈ. તેને મોંધી દારૂ અને સુદર સ્ત્રીઓ સપનામાં દેખાય છે. ભારતીય અને ચીની ભાષાઓનો જાણકાર ચોપસ્ટિક(રણબીર શૌરી) આ વાત જાણે છે કે સિધ્ધૂને એ બંને ચીનીઓ બેવકૂફ બનાવી રહ્યા છે, પરંતુ છતાં તે તેમની મદદ કરે છે. વાત એમ હોય છે કે આ બંને ચીની સિધ્ધૂને ખૂંખાર સ્મગલર હોજો (ગોર્ડન લિયૂ)ના જાળમાંથી પોતાના ગામને મુક્ત કરાવવા લઈ જઈ રહ્યા છે.

ચીન જતી વખતે સિધ્ધૂની મુલાકાત સખી (દીપિકા પાદુકોણ)સાથે થાય છે. તે ટેલી શોપર્સ મીડિયામાં કામ કરે છે અને પોતાની જન્મભૂમિ તરફ જઈ રહી છે. ચીન પહોંચીને સિધ્ધૂને હોજો સામે લડવા માટે ઉભો કરી દેવામાં આવે છે. હોજો તાકતવર છે અને સિધ્ધૂ ભાગ્યવશ તેના માણસોને બેવકૂફ બનાવવામાં સફળ થાય છે.

છેવટે એક દિવસ તે હોજોની પકડમાં આવી જાય છે. હોજો તેની અસલિયત બધાની સામે લાવી દે છે. સિધ્ધૂ હવે બદલો લેવા માંગે છે અને તેના માટે તે કૂંગફૂ શીખે છે. છેવટે સિધ્ધૂ પોતાના મક્સદમાં સફળ થાય છે.