'લક બાય ચાંસ'થી અખ્તર ફેમિલી જોડાયેલી છે. જાવેદ અખ્તરની પુત્રી જોયાએ આ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે. જોયાની આ ફિલ્મમાં એક ભૂમિકા માટે કોઈ કલાકાર તૈયાર નહોતો થઈ રહ્યો. ત્યારે જોયાના ભાઈ ફરહાને આગળ આવીને આ ભૂમિકા સ્વીકારી લીધી. જાવેદ અખ્તરે આ ફિલ્મ માટે ગીત લખ્યા છે. ફિલ્મની વાર્તામાં હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીની પુષ્ઠભૂમિ છે. કલાકારોનો સંઘર્ષ, ભાગ્યની ભૂમિકા અને ફિલ્મ ઈંડસ્ટ્રીની રાજનીતિને 'લક બાય ચાંસ'માં બતાવવામાં આવી છે.
IFM
સોના(કોંકણા સેન શર્મા) મુંબઈમાં ફિલ્મ સ્ટાર બનવાનુ સપનું લઈને આવે છે. પોતાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા તે બધુ જ કરવા તૈયાર છે. ભાડાના એપાર્ટમેંટમાં રહે છે, જ્યા તેનો મોટા ભાગનો સમય મિત્રો સાથે વીતે છે. તેના મિત્રો પણ બોલીવુડમાં પોતાનુ સપનું પુરૂ કરવા આવ્યા છે.
પોતાની આરામદાયક જીંદગીને દિલ્લીમાં છોડી વિક્રમ (ફરહાન અખ્તર)ફિલ્મોમાં પોતાનુ નસીબ અજમાવવા મુંબઈ આવ્યો છે. વિક્રમ ખૂબ જ સ્માર્ટ છે. ક્યારે શુ કરવુ એ વાતને એ સારી રીતે જાણે છે. સોના અને વિક્રમની મુલાકાત થાય છે અને વિક્રમની સાથે સોનાને સારુ લાગે છે. બંને વચ્ચે રોમાંટિક સંબંધ બની જાય છે.
રોલી(ઋષિ કપૂર) એક સફળ નિર્માતા છે. તે ખૂબ જ અંધવિશ્વાસી છે અને ફક્ત મોટા કલાકારો સાથે ફિલ્મ બનાવે છે. નિક્કી ખુરાના(ઈશા શ્રાવણી)ને લઈને તે એક ફિલ્મ બનાવી રહ્યો છે.
18 વર્ષીય નિક્કી 70ના દશકની સુપરસ્ટાર નીના (ડિમ્પલ કાપડિયા)ની પુત્રી છે. રોલીની ફિલ્મમાં હીરો છે જફર ખાન(ઋત્વિક રોશન), જે રોલીનો પ્રિય સ્ટાર છે. રોલીએ જ જફરને લોંચ કર્યો હતો અને તેના દમ પર જ જફર સુપરસ્ટાર બન્યો.
IFM
વિક્રમનુ નસીબ ચમકી ઉઠે છે, જ્યાર રોલીના સેટ પર એવુ કાંઈક બને છે કે વિક્રમને ઓડિશન માટે બોલાવવામાં આવે છે. વિક્રમ આ તકનો લાભ ઉઠાવે છે.
આ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મ જગત અને તેમા કામ કરનારાઓની જીંદગીનો એક ભાગ બતાવવામાં આવ્યો છે. જ્યા નસીબ મુખ્ય ભૂમિકા ભજવે છે. અહીં અંધવિશ્વાસ અને ભાગ્ય દરેકની જીંદગીને પ્રભાવિત કરે છે. ક્યારે શુ થઈ જશે તેનુ અનુમાન લગાવવુ મુશ્કેલ લાગે છે.