'હમ ફિર મિલે ના મિલે' એક પ્રેમ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે, જેમાં પ્રેમમાં નસીબની ભૂમિકાને રેખાકિંત કરવામાં આવ્યો છે. વાર્તા કાંઈક આ પ્રકારની છે. દિલ્લીમાં રહેનારી મેનકાનુ કુંટુંબ રુઢિવાદી છે. તેની તાજેતરમાં જ સગાઈ થઈ છે અને તે પોતાના સંબંધીઓને મળવા શિમલા જાય છે.
P.R
શિમલામાં મેનકાની મુલાકાત રાહુલ સાથે થાય છે. રાહુલ શિમલાનો જ રહેનારો છે અને તેની ફેમિલી શ્રીમંત હોવાની સાથે સાથે આધુનિક વિચારો ધરાવતો પરિવાર છે. રાહુલ અને મેનકા સમય સાથે વિતાવે છે અને એકબીજાને ચાહવા માંડે છે.
રાહુલ જ્યારે પોતાના દિલની વાત મેનકાને બતાવે છે તો મેનકા પોતાની સગાઈનુ રહસ્ય ખોલે છે અને કહે છે કે થોડા દિવસો પછી તેનુ લગ્ન થવાનુ છે. રાહુલ આશા નથી છોડતો. તેને પોતાના નસીબ પર ભરોસો છે, જેના કારણે તેની મુલાકાત મેનકા સાથે થઈ.
P.R
રાહુલ પાસે મેનકા તેના દિલ્લી ખાતે આવેલ મકાનનો એડ્રેસ માંગે છે. જેથી તે તેના માતા-પિતાને મળીને સારી સ્થિતિ બનાવી શકે. મેનકા તેની સાથે એક રમત રમે છે. તે સૌ રૂપિયાની નોટ પર એડ્રેસ લખીને એક દાન-પેટીમાં નાખી દે છે. તે રાહુલને કહે છે કે જો ભાગ્યમાં લખેલુ હશે તો તેઓ પાછા જરૂર મળશે.
શુ રાહુલને તે નોટ મળશે ? શુ મેનકાનુ લગ્ન થતા પહેલા રાહુલ તેના સુધી પહોંચી શકશે ? શુ નસીબ તેમની સાથે કોઈ ક્રૂર મજાક તો નથી કરી રહ્યુ ને ? જાણવા માટે જુઓ 'હમ ફિર મિલે ના મિલે'