શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : મંગળવાર, 23 જૂન 2015 (16:20 IST)

બજરંગી ભાઈજાનની સ્ટોરી

બેનર - ઈરોજ ઈંટરનેશનલ, સલમાન ખાન ફિલ્મ્સ 
નિર્માતા - સલમાન ખાન, રૉકલાઈન વેંકટેશ 
નિર્દેશક - કબીર ખાન 
સંગીત - પ્રીતમ ચક્રવર્તી 
કલાકાર - સલમાન ખાન, કરીના કપૂર, નવાજુદ્દીન સિદ્દીકી, હર્ષાલી મલ્હોત્રા 
 
રજૂઆત તારીખ - 16 જુલાઈ 2015 
 
બજરંગી ભાઈજાનની સ્ટોરી છે એક પાંચ વર્ષીય પાકિસ્તાની બાળકીની જે ભારતના એક રેલવે સ્ટેશન પર પોતાની માતાથી વિખૂટી પડી જાય છે. 

ભૂખી તરસી આ બાળકી ભટકતી ભટકતી પવન(સલમાન ખાન) પાસે પહોંચે છે જે તેને પોતના ઘરમાં આશરો આપે છે. 

પવનની પોતાના ધર્મ પ્રત્યે ખૂબ જ આસ્થા છે. હનુમાનનો તે પ્રબળ ભક્ત છે. સાથે જે તે એક એવા પરિવારનો છે જ્યા કુશ્તીની કાયમ જય જયકાર થાય છે. 

બાળકીની માસૂમિયત જોઈને પવન તેને તેના માતા-પિતાને સોંપવાનો નિર્ણય કરે છે. પણ આ એટલુ સહેલુ નથી. 

દિલ્હીના ચાંદની ચોકથી લઈને તેને લીલાછમ પંજાબ, રાજસ્થાન અને રેગિસ્તાન અને કાશ્મીરના બરફથી ઢંકાયેલા પર્વતો સુધીની યાત્રા કરાવી પડે છે. 

તમામ મુશ્કેલીઓનો સામનો કરતા પવન સીમા પારથી આવેલ નાનકડી બાળકીને આપેલ વચન નિભાવવા માટે પૂરો જોર લગાવી દે છે. 
તમામ મુશ્કેલીઓનો સામનો કરતા પવન સીમા પારથી આવેલ નાનકડી બાળકીને આપેલ વચન નિભાવવા માટે પૂરો જોર લગાવી દે છે.