સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ચાંસ પે ડાંસ : ફિલ્મ સમીક્ષા

બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ
નિર્માતા : રૉની સ્ક્રૂવાલા
નિર્દેશક : કેન ઘોષ
સંગીત : અદનામ સામી
કલાકાર : શાહિદ કપૂર, જેનેલિયા ડિસૂજા, મોહનીશ બહલ, પરીક્ષિત સાહની
યૂ સર્ટિફિકેટ * 7 રીલ * બે કલાક એક મિનિટ
રેટિંગ : 2.5/5

IFM
IFM
‘ચાંસ પે ડાંસ’ ના રૂપમાં એક અન્ય સ્ટ્રગલરની કથા પર ફિલ્મ આવી જે ગ્લેમર ભરેલી આ દુનિયામાં પોતાની હાજરી નોધાવવા ઈચ્છે છે. તે એક ચાંસની રાહ જોઈ રહ્યો છે જેની મદદથી તે લાંબી છલાંગ લગાવી શકે.

સમીર (શાહિદ કપૂર) ના પિતા (પરીક્ષિત સાહની) ની દિલ્હીમાં સાડીની દુકાન છે. પુત્રને ફિલ્મ લાઈનમાં જવું છે કારણ કે, નાનપણથી જ તેની માતાને લાગે છે કે, તે ખુબ જ મોટો સ્ટાર બનશે. દરેક માતા એવું વિચારે છે. તેમાં નવું શું છે.

માયાનગરી મુંબઈમાં સમીરનો સંઘર્ષ શરૂ થાય છે. એક ચાંસનો સવાલ છે બાબા-બાબા. સંઘર્ષશીલ વ્યક્તિ અને મકાન માલિકનો સંઘર્ષ સદીઓથી ચાલતો આવ્યો છે. એટલા માટે હજારો વખત દેખાડવામાં આવી ચૂકેલો સીન એક વાર ફરી દેખાડવામાં આવે છે.

મકાન માલિકને ભાડુ જોઈએ છે પરંતુ બ્રાંડેડ કપડા પહેરનારા આપણા હીરો પાસે નાણા નથી. તેથી તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. ફિલ્મના નિર્દેશક છે કેન ઘોષ, જે શાહિદના સારા મિત્ર પણ છે. શાહિદની સંઘર્ષની કથા તેમને ખબર છે કે, કેવી રીતે તે જૂની કારમાં બેસીને સ્ટુડિયોમાં ચક્કર લગાવતા રહેતા હતા. અગાઉ ચપ્પલો ઘસીને સંઘર્ષ થતો હતો, હવે કારમાં બેસીને ચાંસ માગવાને પણ સંઘર્ષ કહેવામાં આવે છે. એટલા માટે એ પ્રસંગ તેમણે ફિલ્મમાં નાખી દીધો છે.

IFM
IFM
બિચારો સમીર ક્યાં જાય, એટલા માટે તે રાત કારમાં વિતાવવાનો નિર્ણય કરે ચે. એક-બે રાત તો ઠીક છે પરંતુ આ શું સમીર તો દરેક રાત કારમાં વિતાવે છે. બિચારો કૂરિયર વેંચવાની નૌકરી પણ કરે છે. સ્ટુડિયોના ચક્કર પણ લગાવે છે. તેની પાસે નવું ઘર શોધવાનો સમય જ ક્યાં છે.

એક સ્કૂલ પાસે તે પોતાની કાર ઉભી રાખે છે અને એ સ્કૂલમાં તે ડાંસ ટીચર બની જાય છે. બાળકો તેને નફરત કરે છે પરંતુ પેટ ખાતર તેમને ડાંસ શીખવવો પડે છે. સવારે સ્કૂલના બાથરૂમની મદદથી તે પોતાના તમામ કામ નિપટાવી લે છે અને દિવસમાં તેઓને ડાંસ શીખવે છે. બાળકો કહે છે કે, ડાંસ તો લલ્લૂ લરે છે તો તે પુછે છે કે, શું માઈકલ જેક્સન, રિતિક રોશન, ગોવિંદા જેવા લોકો લલ્લૂ છે ?

સમીરને અચાનક એક નિર્માતા પોતાની ફિલ્મમાં હીરો બનાવી દે છે કારણ કે, તેણે ક્લબમાં સમીરનો ડાંસ જોઈ લીધો હતો. આ જ નિર્માતા અચાનક બાદમાં તેને ફિલ્મથી બહાર કરી દે છે અને જાહેરાત કરે છે ટેલેન્ટ હટ મારફત તે પોતાનો હીરો પસંદ કરશે.

સમીર ટેલેંટ હંટ માં ભાગ લે છે અને એ જ નિર્માતા જજની ખુરશી પર બેસીને અચાનક તેને પોતાની ફિલ્મ 'ચાંસ પે ડાંસ' નો હીરો બનાવી દે છે. નિર્માતા સાથે અચાનક શબ્દનો વાર-વાર એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે, તેના મહત્વપૂર્ણ નિર્ણયો પાછળ કોઈ ઠોસ કારણ દેખાડવામાં આવ્યું નથી.

ફિલ્મમાં ટીના (જેનેલિયા) પણ છે, જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે, પરંતુ તેના આ કામની હસી ઉડાવવામાં આવી છે. ટીના એક કોરિયોગ્રાફર છે જેની પહેલા સમીર સાથે દોસ્તી થાય છે જે બાદમાં પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે.

ફિલ્મના લેખનમાં કંઈ પણ નવી વાત નથી. શરૂઆતથી લઈને અંત સુધી આપ જણાવી શકો છો કે, આગળ શું થવાનું છે. સમીરના પિતાની દુકાન તોડવા અને તેના હ્વદય પરિવર્તનવાળા પ્રસંગ માત્ર લંબાઈ વધારવાનું કામ કરે છે.

એ તો ભલું થાય નિર્દેશક કેન ઘોષનું, જેમણે સ્ક્રિપ્ટનો સાથ ન મળવા છતાં પણ ફિલ્મને મનોરંજક રીતે રજૂ કરી. જેનાથી ફિલ્મમાં કંટાળો ઉપજતો નથી અને ફિલ્મમાં મન લાગેલું રહે છે. તેમણે સાફ-સુથરી ફિલ્મનો મૂડ હળવો રાખ્યો છે. ખાસ કરીને ઈંટરવલ બાદ તેમણે પોતાની પકડ મજબૂત કરી છે.

શાહિદ અને જેનેલિયાના રોમાંસને તેમણે સારી રીતે રજૂ કર્યો છે પરંતુ શાહિદના સંઘર્ષવાળા ટ્રેકમાં તે નબળા નજરે પડ્યાં છે. શાહિદનો સંઘર્ષ દર્શકોના મનમાં તેમના પ્રત્યે હમદર્દી ઉત્પન્ન કરતો નથી. ટેલેન્ટ હંટના ફાઈનલમાં દર્શકોનો શ્વાસ એ વાતની વિચારીને અધર થતો નથી કે, શાહિદ કદાચ આ સ્પર્ધા ન જીતી શક્યાં તો.

ND
N.D
શાહિદ કપૂરે ગંભીરતા સાથે સમીરનું પાત્ર ભજવ્યું છે. તેમણે કઠિન ડાંસ સ્ટેપ્સ કુશળતાપૂર્વક કર્યા છે. બબલી ગર્લનું પાત્ર ભજવવું જેનેલિયા માટે ડાબા હાથનું કામ છે. મોહનીશ બહલે ઓવર એક્ટિંગ કરી છે.

ફિલ્મનું નામ જ ડાંસ છે, એટલા માટે શ્રેષ્ઠ સંગીતની આશા કરવામાં આવી શકતી હતી, પરંતુ અદનાન સામી નિરાશ કરે છે. એકાદ ગીતને છોડવામાં આવે તો તેમની ધૂન એવરેજ કક્ષાની છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂજિક સારુ છે.

સરવાળે ચાંસ પે ડાંસ, મળેલા અવસરનો પૂરો લાભ ઉઠાવી શકી નથી.