સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફોક્સ

IFM
બેનર : તિજોરી ઈંટરનેશનલ, રોહિત કુમાર પ્રોડકશંસ, જી મોશન પિક્ચર્સ
નિર્દેશક : દીપક તિજોર
સંગીત : મોંટી શર્મા
કલાકાર : સની દેઓલ, અર્જુન રામપાલ, સાગરિકા ઘાટગે, ઉદીતા ગોસ્વામી.

સસ્પેંસ-થ્રિલર 'ફોક્સ'ની સાથે એ જ સમસ્યા છે જે સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મો સાથે થતી હોય છે. રહસ્યને સારી રીતે ગૂંથવામાં આવે છે, પરંતુ જ્યારે રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવે છે તો લેખક એવા તર્ક અને ઘટનાક્રમ નજરસમક્ષ મુકે છે જે તર્કસંગત નથી લાગતા અને આખો આઈડિયા ટાય ટાય ફિસ્સ... થઈ જાય છે. આ પ્રકારની ફિલ્મ બનાવવી દરેકના ગજાંની વાત નથી, જેને નિર્દેશક લેખક દિપક તિજોરીએ સારી રીતે સમજી લેવુ જોઈએ.

અર્જુન કપૂર (અર્જુન રામપાલ) એક વકીલ છે, જે પૈસા માટે એ લોકોને બચાવે છે જે દોષી છે. વકીલાતને તે માત્ર વ્યવસાય સમજે છે. છેવટે તેનુ ઝમીર જાગે છે અને એ વકીલાતથી બ્રેક લઈને મુંબઈથી ગોવા જતો રહે છે.

IFM
એક મુલાકાત દરમિયાન એક ઘરડો માણસ અર્જુનને પોતાનો ઉપન્યાસ વાંચવા આપે છે. અર્જુનને ઉપન્યાસ રોમાંચક લાગે છે. બીજા દિવસે એ તેને પરત કરવા જાય છે, પરંતુ તેને જાણ થાય છે કે હવે એ વૃદ્ધ માણસ આ દુનિયામાં રહ્યો નથી.

અર્જુન ઉપન્યાસને પોતાના નામે પબ્લિશર સોફિયા (ઉદિતા ગોસ્વામી)ની મદદથી છપાવે છે. ઉપન્યાસ ખૂબ જ સફળ નીવડે છે અને અર્જુનની ખ્યાતિ વધી જાય છે. એક દિવસ પોલીસ ઓફિસર યશવંત દેશમુખ (સન્ની દેઓલ) અર્જુનને પૂછે છે કે શુ ઉપન્યાસ તેણે જાતે લખ્યો છે ? તે હા, કહેતા તેની ધરપકડ કરવામાં આવે છે કારણકે ઉપન્યાસમાં વર્ણિત ઘટનાક્રમ પાંચ મર્ડર કેસ સાથે સંબંધિત છે. ઉપન્યાસમાં એ હત્યાઓનો ઉલ્લેખ એટલી બારીકાઈથી કર્યો છે કે અર્જુનને જ હત્યારો સમજી લેવામાં આવે છે. કેવી રીતે અર્જુન પોતાની જાતને નિર્દોષ સાબિત કરે છે એ આ ફિલ્મનો સાર છે.

ફિલ્મની શરૂઆતમાં અર્જુનના જમીરને જગાવવા અને વકાલાતથી બ્રેક લેવાના ઘટનાક્રમને વધુ પડતો ફૂટેજ આપવામાં આવ્યો છે. ઈંટરવલથી થોડીવાર પહેલા સની દેઓલની એંટ્રી અને અર્જુન રામપાલની ધરપકડ થયા પછી આશા જાગે છે કે આગળ કંઈક દિલચસ્પ જોવા મળશે. પરંતુ ત્યારબાદ વાર્તાને ઠીક રીતે દીપક તિજોરી રજૂ નથી કરી શક્યા. વાર્તાને પૂરી કરવા માટે તેમણે તર્ક-વિતર્કોને બાજુ પર મુકી ફિલ્મના નામ પર ઘણી છૂટ લીધી છે.

અર્જુન જેવા ભ્રષ્ટ વકીલોને મોતને ઘાટ ઉતારનારો પોલીસ ઈંસેપેક્ટર કેમ તેની મદદ કરે છે, એ સમજાતુ નથી. તેને હત્યા કરવાના સરળ રસ્તાને છોડીને ઉપન્યાસ દ્વારા કેમ ફસાવવા માંગે છે ? પોતાની ભૂલો માટે લજ્જા અનુભવતો અર્જુન બીજાનો ઉપન્યાસ પોતાને નામે છપાવવાનો અપરાધ કેમ કરે છે ? આ પક્ષ પર લેખક રોશની નથી નાખી શક્યા.

સની દેઓલનુ પાત્ર પણ સારી રીતે લખાયુ નથી. તેણે અક્કડ વ્યક્તિ બતાવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ ઘણીવાર તે ઉદાર જોવા મળ્યા અને પોતાના દુશ્મનની તેણે મદદ પણ કરી.

IFM
નિર્દેશકના રૂપમાં દીપક તિજોરીએ ફિલ્મને આધુનિક લુક આપવાનો પ્રયત્ન કર્યો છે આ કારણસર અંગ્રેજીના સંવાદોનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે અને પાત્રોની લાઈફસ્ટાઈલને પણ હાઈફાઈ બતાવવામાં આવી છે.

અર્જુન રામપાલનો અભિનય સરેરાશ છે અને તેના દ્વારા બોલવામાં આવેલ કેટલાક સંવાદ અધૂરા લાગે છે. સન્ની દેઓલે નિયમિત અભિનય કર્યો છે. સાગરિકા ઘાટગેની સામે ઉદિતા ગોસ્વામી સારી લાગી.

ટૂંકમા 'ફોક્સ' એક સરેરાશ ફિલ્મ છે.