મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

બકવાસ છે 'ધૂમ-ધડાકા'

IFM
નિર્માતા -નિર્દેશક - શશિ રંજ
સંગીત : રૂપકુમાર રાઠોડ
કલાકાર : અનુપમ ખેર, સતીષ શાહ, શાદ રંઘાવા, સમીર દત્તાની, આરતી છાબરિયા, શમા સિકંદર, સતીષ કૌશિક, દીપશિખા, ગુલશન ગ્રોવર, જૈકી શ્રોફ.

સમજાતુ નથી કે 'ધૂમધડાકા જેવી ફિલ્મો કેમ બનાવવામાં આવે છે ? આ ફિલ્મ દ્વારા ન તો કોઈ સંદેશ મળે છે કે ન તો કોઈપણ જાતનુ મનોરંજન થાય છે. હા, એક શીખ જરૂર મળે છે કે આવી ફિલ્મોથી દૂર રહો.

નિર્માતા-નિર્દેશક શશિ રંજને માત્ર પોતાના શોખ માટે આ ફિલ્મ બનાવી છે. કહેવા ખાતર આ એક કોમેડી ફિલ્મ છે, પણ દર્શકો આ ફિલ્મ જોયા પછી પોતાની જાતને દોષ દેતા બહાર આવે છે કે તેઓ આવી ફિલ્મ જોવા કેમ આવ્યા ?

ફિલ્મનુ હાસ્ય એટલુ હલકું છે કે ન તો સમજદાર દર્શકોને હસવુ આવે છે કે ન તો ફૂહડ હાસ્ય પસંદ કરતા લોકોને. ઓવર એક્ટીંગથી ભરેલી આ ફિલ્મથી ત્યારે છુટકારો મળે છે જ્યારે આની 14 રીલ પૂરી થાય છે. સમજદાર દર્શકોએ તો મધ્યાંતરને જ ફિલ્મનો અંત માની લે છે.
IFM

મુંગીલાલ(અનુપમ ખેર) એક ડોન છે, જેને એએબીએમ (ઓલ એશિયન ભાઈ મીટ)માં સંજોગાવાત કહેવુ પડે છે કે તેને એક વારસદાર છે. જ્યારેકે તેનુ મેરેજ પણ નથી થયુ હોતુ. વર્ષો પહેલા તેણે પોતાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી.

તેને ખબર પડે છે કે તેણે કમલ નામના સંતાનને જન્મ આપ્યો છે. તે એ વારિસની શોધ કરે છે તો તેની પાસે કમલ નામના ઘણા છોકરા-છોકરીઓ આવે છે. શુ તેની પાસે આવેલા બધા કમલ અસલી છે, તેની તે શોધ કરે છે.

ફિલ્મની સ્ટોરીમાં હાસ્યની શક્યતા હતી, પણ પટકથા ખૂબ જ હીન છે. દ્રશ્યોને એટલા લાંબા મૂકવામાં આવ્યા છે કે સંવાદ લેખક પાસે સંવાદો જ પૂરા થઈ ગયા. ફિલ્મ જોતી વખતે ઘણા સવાલો મગજમાં આવે છે, જેનો જવાબ છેવટ સુધી નથી મળતો.
IFM

બધા પાત્રો હાસ્યાસ્પદ છે, અને બધા પાસેથી ઓવરએક્ટિંગ કરાવાઈ છે. દુ:ખની વાત તો એ છે કે આ ફિલ્મમાં અનુપમ ખેર અને સતીષ શાહ જેવા કલાકારોએ કામ કર્યુ છે. અનુપમ ખેરની આ ફિલ્મ યાદ રહી જશે કારણકે તેમને સૌથી ખરાબ અભિનય આ ફિલ્મમાં કર્યો છે.

શાદ રંઘાવા, આરતી છાબરિયા, શમા સિકંદર અને સમીર દત્તાની જેવા કલાકારોને કામ કેમ નથી મળતુ એ તેમનો અભિનય જોઈને સમજાય છે. ગુલશન ગ્રોવર, સતીષ કૌશિક, જેકી શ્રોફ, અને દીપ શિખા જેવા થાકેલા ચહેરા બોર કરે છે. ફિલ્મનો કોઈપણ પક્ષ નોંધપાત્ર નથી.

ફિલ્મમાં પૈસો લગાવ્યો છે,પરંતુ તે પાણીમાં વહાવ્યા જેવો છે. ફિલ્મ તો દૂર તેના પોસ્ટરોથી પણ દૂર રહેવુ જોઈએ.