મેરે બાપ પહેલે આપ - બાપ રે બાપ
નિર્માતા : રમન મારુ-કેતન મારુ - માનસી મારુનિર્દેશક : પ્રિયદર્શનસંગીત : વિદ્યાસાગર કલાકાર : અક્ષય ખન્ના, પરેશ રાવળ, જેનેલિયા ડિસૂજા, ઓમપુરી, શોભના, અર્ચના પુરનસિંહ, મનોજ જોશી, રાજપાલ યાદવ.યૂ-સર્ટિફીકેટ * 8 રીલ રેટિંગ : 25/5 ફિલ્મમાં એક ડાયલોગ છે - 'સરકારને શાદીકી ન્યૂનતમ આયુ નિર્ધારીત કી હૈ, અધિકતમ નહી' આનો મતલબ ચોખ્ખો છે કે તમે સીત્તેર વર્ષની ઉંમરે પણ લગ્ન કરી શકો છો. વૃધ્ધાવસ્થામાં લગ્નની થીમને લઈને પ્રિયદર્શને 'મેરે બાપ પહેલે આપ' બનાવી છે. તેમણે આ ફિલ્મને હાસ્યના ચાસણીમાં લપેટીને એ બતાવ્યુ છે કે વડીલોને પણ લગ્ન કરવાનો એટલોજ અધિકાર છે જેટલો યુવાનોને, અને આ વાતને ખરાબ નહી માનવી જોઈએ. ભારતીય સમાજમાં આ પ્રકારની વાતોને ખરાબ દ્રષ્ટિએ જોવામાં આવે છે, જેની પ્રિયને તરફેણ કરી છે. આ પ્રકારના લગ્નમાં મોટાભાગે એ માણસના બાળકો જ વિરોધી બની જાય છે, પરંતુ આ 'મેરે બાપ પહેલે આપ' ફિલ્મમાં પુત્ર જ પોતાના પિતાનું લગ્ન એ રીતે કરાવે છે કે જાણે એ પોતે તેમનો પિતા હોય.
આ પ્રકરની વાર્તા પર કોઈ ગંભીર ફિલ્મ બનવી જોઈએ કે પછી કોમેડીથી ભરપૂર, પરંતુ 'મેરે બાપ પહેલે આપ'માં વચ્ચેનો રસ્તો અપનાવવામાં આવ્યો છે, આ ફિલ્મ ક્યાંક સારી લાગે છે તો ક્યાંક ખરાબ લાગે છે.જનાર્દન વિશ્વમ્ભર રાણે(પરેશ રાવલ)એ પોતાની પત્નીના અવસાન પછી પોતાના બંને બાળકો ચિરાગ(મનોજ જોશી) અને ગૌરવ(અક્ષય ખન્ના)ને માઁ-બાપનો પ્રેમ આપ્યો. ગૌરવે મોટા થઈને પોતાના પિતાનો વ્યવસાય સંભાળી લીધો. ગૌરવ અને તેના પિતા વચ્ચે મૈત્રી જેવો સંબંધ છે. ગૌરવ પોતાના પિતાને એક બાળકની જેમ પ્રેમ કરે છે, તેમને વઢે છે, ઠપકો આપે છે. વર્ષો પછી ગૌરવની મુલાકાત શિખા(જેનેલિયા)નામની છોકરી સાથે થાય છે, જે અમેરિકાથી એક મહિના માટે ભારત આવી છે. શિખા પોતાની ગાર્જિયન અનુરાધા સાથે રહે છે. ગૌરવ અને શિખાની સારા મિત્રો બની જાય છે. એક દિવસ બંનેને જાણ થાય છે કે ગૌરવના પિતા જનાર્દનનો પહેલો પ્રેમ અનુરાધા છે. જેમ તેમ કરીને બધા અવરોધો દૂર કરીને ગૌરવ પોતાના પિતાનુ લગ્ન અનુરાધા સાથે કરાવે છે, આવુ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે. પ્રિય દર્શન એવી ફિલ્મો બનાવે છે જેવી વર્તમાન સમયમાં લોકો જોવી પસંદ કરે છે. તેમનુ લક્ષ્ય યુવા વર્ગ છે, જેને હળવી ફિલ્મો જોવી ગમે છે. ફિલ્મનો પહેલો ભાગ તેમણે હાસ્યને સમર્પિત કર્યો છે, અને બીજા ભાગમાં ફિલ્મની વાર્તા પર જોર આપ્યુ છે. તેમની ફિલ્મોના હાસ્યનુ સ્તર સતત ઉતરતી કક્ષાનુ થઈ રહ્યુ છે અને આ ફિલ્મમાં ઘણીવાર એવા સંવાદો સાંભળવા મળે છે જેવા કાદરખાન લખતા હતા. શિખા દ્વારા ગૌરવને સતાવવાના દ્રશ્યોને તેમણે વધુ મહત્વ આપ્યુ છે પરંતુ આ દ્રશ્ય એટલું રસપ્રદ નથી બન્યુ. જનાર્દન અને શોભનાની પ્રેમ કથાને પણ વ્યવસ્થિત રીતે સામે નથી લાવ્યા. ફિલ્મનો અંત સારો બનાવવા નસીરુદ્દીન શાહના પાત્રને ઉમેર્યુ છે, જેનુ ઓચિંતુ હૃદય પરિવર્તન થઈ જાય છે.
ફિલ્મની લંબાઈ વધુ છે. આ કારણે ઘણી જગ્યાએ ફિલ્મ અટકી ગઈ હોય તેવુ લાગે છે. ફિલ્મનુ સંગીત પણ નિરાશ કરે છે. એક પણ ગીત એવુ નથી જે હિટ ગણી શકાય. 60 પ્લસમાં લગ્ન કરનારા અને પિતા-પુત્રની વચ્ચે જેવો સંબંધ બતાવવામાં આવ્યો છે, તે શક્ય છે કે મોટા ભાગના લોકોને પસંદ ન પડે. પરેશ રાવલ આ ફિલ્મનુ મુખ્ય પાત્ર છે અને તેમણે પોતાનુ ચરિત્ર ખૂબ જ શાનદાર રીતે નિભાવ્યુ છે. પ્રિયદર્શનની ફિલ્મમાં અક્ષય ખન્નાનો અભિનય હંમેશા જોરદાર જ હોય છે અને આ ફિલ્મમાં પણ જોરદાર રહ્યો છે. જેનેલિયાનો ચહેરો તાજગીભર્યો છે. અભિનય તેમનો સારો છે, પરંતુ ઉચ્ચારણ સ્પષ્ટ નથી. લંપટ માણસનુ પાત્ર ઓમપુરીએ સારુ ભજવ્યું છે. શોભના અને રાજપાલ યાદવ જો આ પ્રિયદર્શનની ફિલ્મ ન હોત તો કદાચ કામ ન કરત. ફિલ્મની તકનીકી બાજુ સરેરાશ છે અને ફિલ્મને સંપાદિત કરવાના ખૂબ જરૂર છે. બધુ મળીને 'મેરે બાપ પહેલે આપ' એક સાધારણ ફિલ્મથી વધુ નથી.