શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

રામા રામા પતિ પત્નીની વાર્તા

IFM
નિર્માતા - રંજન-પ્રકાશ - સુરેન્દ્ર ભાટિયા
નિર્દેશક - એસ. ચંદ્રકાંત
સંગીત - સિધ્ધાર્થ સુહાસ
કલાકાર - નેહા ધૂપિયા, રાજપાલ યાદવ, અમૃતા અરોરા, આશીષ ચૌધરી, અનુપમ ખેર, રતિ અગ્નિહોત્રી

પતિ-પત્નીનો સંબંધ ખાટો-મીઠો રહે છે અને તેમનામાં વારંવાર મહેણા-ટોણા થતા હોય છે. આ સંબંધને આધાર બનાવી
હાસ્ય ફિલ્મ 'રામા રામા ક્યા હૈ ડ્રામા' બનાવવામાં આવી છે. આ વિષય એવો છે, જેમા હાસ્ય મળી જાય છે, પણ આ ફિલ્મમાં તેનો લાભ નથી ઉઠાવવામાં આવ્યો.

IFM
ફિલ્મમાં નામમાત્રની સ્ટોરી છે. સ્ટોરી સિવાય ફિલ્મમાં હાસ્ય પ્રભાવશાળી નથી લાગતુ. નાના નાના જોક્સ ગોઠવી દીધા છે. જેની મદદથી ફિલ્મ આગળ વધી રહી છે. જરૂરી નથી કે દરેક દ્રશ્ય પર હસવુ આવે, પણ કેટલાક દ્રશ્યો પર હઁસી શકાય છે.

નિર્દેશકે ફિલ્મને સારી બનાવવાની સંપૂર્ણ કોશિશ કરી છે, પણ સશક્ત પટકથાની કમીને કારણે તેમનો પ્રયત્ન બેકાર ગયો કેટલાક દ્રશ્યોમાં તો સંવાદો એટલા ઓછા છે કે એક નાના સંવાદને ખેંચીને કલાકારને દ્રશ્ય લાંબુ કરવુ પડ્યુ છે.

IFM
કલાકાર પણ એટલા દમદાર નથી કે પોતાના અભિનયના બળ પર આ ઉણપને સંતાવી લે. રાજપાલ યાદવ ચરિત્ર કલાકારના રૂપમાં તો સારા લાગે છે, પણ નાયક બનીને ફિલ્મનો ભાર ઉઠાવવાની ક્ષમતા તેમનામાં નથી.

સંતોષ(રાજપાલ યાદવ) પોતાના પડોસી ખુરાના(અનુપમ ખેર)ના કહેવાથી શાંતિ(નેહા ધૂપિયા)સાથે લગ્ન કરી લે છે. લગ્ન પછી શાંતિ તેને એવી નથી લાગતી જેવા તેણે સપના જોયા હતા અને તે કારણે તે બંનેમાં ઝઘડા શરૂ થઈ જાય છે.

સંતોષનો બોસ (આશીષ ચૌધરી) પણ પોતાની પત્ની ખુશી(અમૃતા અરોરા)થી ખુશ નથી. તે છતાં તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને દુનિયાની સામે એવી રીતે રહે છે જાણે બહુ ખુશ છે. બીજી બાજુ સંતોષને બીજાની પત્ની વધુ સારી લાગે છે. કેટલીક ગેરસમજો દૂર થાય છે અને સુખદ અંતની સાથ ફિલ્મ પૂરી થાય છે.

સંતોષ અને શાંતિની લડાઈ નાટક લાગે છે કારણકે કોઈ મજબૂત આધારે તેઓ લડતા રહે છે. એવુ લાગે છે કે દર્શકોને હંસાવવા માટે તેમની વચ્ચે ઝઘડો કરાવવામાં આવી રહ્યો છે. સંતોષને શાંતિ કરતા વધુ સંવાદ અને મહત્વ અપાયુ છે. જેને કારણે તેમના વચ્ચેનો તાલમેલ બગડી ગયો છે.

રાજપાલ યાદવે પોતાના અભિનયમાં કશુંક નવુ કરવાની કોશિશ નથી કરી. જેવો અભિનય તેઓ દરેક ફિલ્મમાં કરે છે, તે જ અંદાજમાં તેઓ અહીં પણ દેખાયા. આંખો બંધ કરીને ચહેરાને હાથ વડે ઢાંકવાનો અંદાજ તેમણે આ ફિલ્મમાં જરૂર કરતા વધુ વાર અપનાવ્યો. તેઓ સંતોષની ભૂમિકાને લાયક નથી, કારણકે જે ભૂમિકા તેમણે ભજવી છે તેની માટે ઓછી ઉંમરનો અભિનેતા જોઈતો હતો.

IFM
નેહા ધૂપિયા આ ફિલ્મમાં સૌથી મોટી સ્ટાર છે, પણ તેમના પર ઓછુ ફિલ્માંકન કર્યુ છે. તેમના ગ્લેમરનો કોઈ ઉપયોગ નથી કર્યો. અભિનય આજે પણ નેહાની નબળાઈ છે. આ જ હાલત અમૃતા અરોરા અને આશીષ ચૌધરીની છે. આશ્વર્ય તો ત્યારે થાય છે જ્યારે અનુપમ ખેર જેવો અભિનેતા પણ બકવાસ અભિનય કરે છે.

શીર્ષક ગીત સિવાય નેહા પર ફિલ્માંકન કરાયેલુ એક ગીત સારુ છે. નેહા પર શૂટ કરાયેલા ગીતની કોરિયોગ્રાફી ઘણી સારી છે. સંપાદન એકદમ ઢીલુ છે,પણ રિક્ષાના મીટર ડાઉન કરવાના દ્રશ્યમાં સંપાદકે કલ્પનાશીલતા બતાવી છે.