શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

'શોર્ય' : મન સાથે યુધ્ધ

IFM
નિર્દેશક : સમર ખાન
સંગીત : અદનાન સામી
કલાકાર : રાહુલ બોસ, મિનિષા લાંબા, કે.કે. મેનન, દીપક ડોબિયાલ, જાવેદ જાફરી, સીમા બિસ્વાસ, રોજા કેટેલાનો, અમૃતા રાવ.

સેનાની પુષ્ઠભૂમિવાળી ફિલ્મ 'શોર્ય' એક ગંભીર અને વિચાર કરવા લાયક ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા ગંભીર મુદ્દાને નિર્દેશકે દર્શકોની સામે મૂક્યો છે અને નિર્ણય તેમના વિવેક પર છોડી દીધો છે. તેમને સેના અને મનુષ્ય સ્વભાવના સકારાત્મક અને નકારાત્મક બંને બાજુઓને બતાવી છે. સેનાની પુષ્ઠભૂમિ હોવા છતાં આ ફિલ્મમાં તે યુધ્ધ કે મારામારી નથી.

કેપ્ટન જાવેદ ખાન પર પોતાના મિત્રની હત્યા કરવાનો આરોપ છે અને તેઓ પોતાના બચાવમાં કશુ નથી કરવા માંગતા. તેમનો કેસ લડવાની જવાબદારી આકાશ અને સિધ્ધાંત નામના બે મિત્રો મળે છે. આકાશ દરેક કામને ગંભીરતાથી કરે છે, જ્યારેકે સિધ્ધાંત અને ગંભીરતામાં છત્તીસનો આંકડો છે.

બંને મિત્રો કોર્ટરૂમમાં સામસામે છે, પણ તેમાં તેમની મિત્રતા પર કોઈ અસર નથી થતી. સિધ્ધાંત જાવેદ ખાન તરફથી કેસ લડે છે, પરંતુ તેને આ કેસમાં બિલકુલ રસ નથી.

IFM
સિધ્ધાંતના વિચાર બદલવાનુ કામ પત્રકાર કાવ્યા કરે છે, જે આ કેસની ગંભીરતાથી સાથે તેણો પરિચય કરાવે છે. જાવેદના કેસનુ જ્યારે સિધ્ધાંત અધ્યયન કરે છે તેઓ તેણે તેની ચૂપ્પી પાછળના ઘણા રહસ્યો ખબર પડે છે. તેણે જીંદગીમાં કશુ કરવાનો ઉદ્દેશ્ય મળી જાબધાય છે. જાવેદની ચુપ્પીનુ રહસ્ય ભયાનક સત્યના રૂપમાં સામે આવે છે.

9/11ના પછી દરેક મુસલમાનને શકની નજરથી જોવામાં આવે છે અને આ ફિલ્મ આ વાતને ખોટી ઠેરવે છે કે બધા મુસલમાન આતંકવાદી છે. એક મુસ્લિમ નોકર બ્રિગેડિયર પ્રતાપની પત્ની પર 35 વાર ચાકૂથી ઘા કરે છે, આઠ વર્ષીય બાળકી પર બળાત્કાર કરે છે અને 70 વર્ષીય માઁ ને જીવતી સળગાવી દે છે.

આ ઘટના પછી પ્રતાપને બધા મુસલમાનો પોતાના દુશ્મન લાગે છે. સરહદ પર દેશની રક્ષા કરતા સમયે પ્રતાપ પોતાના સાથીઓ સાથે પદનો ફાયદો ઉઠાવે છે. ત્યાં બીજી બાજુ કેપ્ટન જાવેદ જેવા મુસલમાન પણ છે જે માણસાઈના પક્ષમાં હોવાની સાથે સાથે દેશભક્ત પણ છે.

સેનાની સારી ખરાબ બંને બાજુઓ બતાવવામાં આવી છે. એક બાજુ બ્રિગેડિયર પ્રતાપ અને રાઠોર જેવા ખરાબ લોકો છે, જે વર્દીનુ અપમાન કરે છે તો બીજી બાજુ જાવેદ સિધ્ધાંત અને આકાશ જેવા લોકો છે, પણ ખરાબ બાજુ વધુ પ્રકાશમાં આવ્યો છે.

ફિલ્મના અંતમાં નિર્દેશકે છાપાઓમાં સૈનિકોના વિશે છપાયેલ સારા-ખરાબ શીર્ષકોને પણ બતાવ્યા છે. જેમાં એક તરફ તેમણે દેશની રક્ષા કરવા બદલ સલામી આપવામાં આવી છે તો બીજી તેમણે બાજુ બળાત્કાર જેવા શરમજનક કામ પણ કર્યા છે.

નિર્દેશક સમર ખાને વાર્તાને શ્રેષ્ઠ રીતે રજૂ કરી છે. હળવા મનોરંજનના અંદાજમાં શરૂ થયેલી ફિલ્મ ધીરે ધીરે તણાવ વધારી દે છે, અને જોરદાર ક્લાઈમેક્સની સાથે ફિલ્મ પૂરી થાય છે. ફિલ્મનુ ક્લાઈમેક્સ હચમચાવી નાખે છે અને દર્શકો એ ગફલતમાં પડી જાય છે કે શુ સાચુ છે અને શુ ખરાબ ?

જયદીપ સરકાર, અપર્ણા મલ્હોત્રા અને સમર ખાન દ્વારા મિલકત લખવામાં આવી અને પટકથા ખૂબ જ પ્રભાવશાળી છે. અપર્ણા મલ્હોત્રાના સંવાદ આ ફિલ્મની આત્મા છે. ફક્ત સંવાદો દ્વારા જ પાત્રની માનસિકતા વિશે જાણ થાય છે અને પાત્રની સ્થાપના કરવા માટે નિર્દેશકને કોઈ ખાસ મહેનત નથી કરવી પડતી. સંવાદો પાછળ અર્થની ગહેરાઈ છિપાઈ છે.

અભિનેતાઓએ પણ નિર્દેશકનુ કામ કરવુ સરળ કરી દીધુ છે. રાહુલ બોસનો અભિનય જોવામાં હંમેશા આનંદ મળે છે. હળવા દ્રશ્યોમાંતો તેઓ કમાલ કરી દે છે. ફિલ્મની છેલ્લી મિનિટોમાં કે.કે. મેનનનો અભિનય દર્શકોને આશ્ચર્યમાં મૂકી દે છે. સારુ છે કે જાવેદ જાફરીએ ઓવરએક્ટિંગ નથી કરી. દીપક ડોબ્રિયાન, મિનિષા લાંબા, સીમા વિશ્વાસ અને નાના રોલમાં અમૃતા રાવે પણ પોતાનુ કામ સારી રીતે કર્યુ છે.
IFM

અદનાન સામીનુ સંગીત ફિલ્મના મૂડ મુજબનુ છે. રોજા કેટેલાનો પર ફિલ્માવવામાં આવેલુ ગીત થોડીક મિનિટોનુ છે અને તેમાં અભિનેતા પવન મલ્હોત્રા પણ બે સેકંડ માટે જોવા મળ્યા. કાર્લોસ કેટેલાનની સિનેમાટોગ્રાફી શ્રેષ્ઠ છે. લાઈટ, શેડ અને રંગોનો તેમણે સરસ ઉપયોગ કર્યો છે.

શોર્ય એ લોકોને સારી લાગશે જે એકજેવી ફિલ્મો કરતા કશુંક જુદૂ જોવા માંગે છે.