મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

સાધારણ વિષય પર બની 'હલ્લા'

IFM
નિર્માતા : સુનીલ દોષી
નિર્દેશક : જયદીપ વર્મા
કલાકાર : રજત કપૂર, સુશાંત સિંહ, વ્રજેશ હિરજી, મનદીપ મજમૂદાર, કાર્તિકા રાણે.

નિર્દેશનમાં પગ મૂકનારા જયદીપ વર્માની પહેલી ફિલ્મ 'હલ્લા'નો મધ્યાંતર પહેલાનો ભાગ જેટલો મજેદાર રહ્યો, બીજો હાફ તેટલો જ નબળો છે. ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે. પરંતુ તેમનુ નિર્દેશન વાર્તાની નબળાઈ છે.

ફિલ્મ શરૂ થાય છે રાજ (સુશાંત સિંહ) અને આભા(કાર્તિકા રાણે)થી. રાજ એક બ્રોકિંગ ફર્મમાં કામ કરે છે, તેઓ આભા એક માર્કેટિંગ પ્રોફેશનલ છે. બંને મુંબઈના એક ઉપનગરમાં બે બેડરૂમના ફ્લેટ લે છે જેથી આરામથી રહી શકે, પરંતુ આવુ નથી થઈ શકતુ.

રાજની ઉંઘ કાચી છે. થોડોક પણ અવાજ તેને હેરાન કરી નાખે છે. બીજી બાજુ આભાને તેનાથી કોઈ ફરક નથી પડતો. નવા ફ્લેટમાં રાજ ચેનથી ઉંઘી નથી શકતો. છેવટે તે એ શોધી કાઢવાનું નક્કી કરે છે કે અવાજો ક્યાંથી આવે છે.

એક રાત્રે તે નીચે આવે છે, તે જુએ છે કે બિલ્ડિંગના ચોકીદાર ચોરોને દૂર રાખવા માટે સીટી વગાડે છે. રાજે તેને વઢે છે અને કહે છે કે હવે આવુ ન કરતો. વાત બિલ્ડિંગના સચિવ જનાર્દન (રજત કપૂર)સુધી પહોંચી જાય છે, જે કહે છે કે સુરક્ષાને જોતા સીટી વગાડવી જરૂરી છે.

IFM
અહીંથી રાજની પરેશાની ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તે રાત્રે ઉંધી નથી શકતો અને તેની અસર તેની પોતાની જીંદગીની સાથે સાથે તેના કામ પર પણ પડે છે. તે ઓફિસમાં પહેલાની જેમ ઝડપથી અને હોશિયારી પૂર્વક કામ નથી કરી શકતો.

'હલ્લા' એક સાધારણ વિષય પર બનેલી ફિલ્મ છે. રાજ જેવી પરિસ્થિતિયોનો સામનો કોઈ પણ મહાનગરના રહેવાસીને કરવો પડી શકે છે. આટલા સામાન્ય મુદ્દા પર ફિલ્મ બનાવવા માટે જયદીપ પ્રશંસાપાત્ર છે.

જયદીપનુ નિર્દેશન સારુ છે. તે સાધારણ મુદ્દા પર પણ દર્શકોને હસાવવામાં સફળ રહ્યા છે, પરંતુ એક વાર્તાકારના રૂપમાં તેમનુ કામ કમજોર પડે છે. ફિલ્મમાં ઘણા વળાંક એવા છે જે દર્શકો સમજી પણ નથી શકતા. મુખ્યમંત્રીવાળી વાત ગળે નથી ઉતરતી. આ વાત પણ ક્લીયર નથી થતી કે રાજ અને જનાર્દની જીંદગી છેવટે વધુ ખરાબ કેમ થઈ જાય છે ?

સુશાંત અને રજતે પોતાનો અભિનય જવાબદારી પૂર્વક ભજવ્યો છે. આટલા સારા કલાકારો લેવાનો થોડો તો ફાયદો તેમને મળવાનો જ હતો. કાર્તિકા અને મનદીપ પણ અભિનયના રૂપમાં શાનદાર રહ્યા.

બધુ મળીને ફિલ્મનો પહેલો ભાગ જ જેટલો શાનદાર છે, બીજો ભાગ તેટલો જ નીરસ બની જાય છે. બીજી મહત્વની વાત એ કે ફિલ્મ નાના શહેરોના સિનેમાઘરોમા ચાલી શકશે કે નહી તે વિશે શંકા છે.