મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

સિહ ઈઝ કિંગ : અક્ષયની ધમાલ

P.R
નિર્માતા ; વિપુલ અમૃતલાલ શા
કહાની નિર્દેશક : અનીસ બજ્મી
સંગીત : પ્રીતમ
કલાકાર : અક્ષય કુમાર, કેટરીના કેફ, ઓમપુરી, કિરણ ખેર, સોનૂ સૂદ, નેહા ધૂપિયા, રણવીર શૌરી, યશપાલ શર્મા, જાવેદ જાફરી.

રેટિંગ 2.5/5

સિહ ઈઝ કિંગ' ડેવિડ ઘવનની સ્ટાઈલમાં બનેલી એક ફિલ્મ છે. જેમાં લોજિકને બાજુએ મુકી હાસ્યની મદદ લેવામાં આવી છે. જેમ બધી કોમેડી ફિલ્મોમાં મોટા ભાગે બનતુ હોય છે તેમ આ ફિલ્મમાં પણ મગજ ઘરે મૂકીને આવો અને ફિલ્મનો આનંદ માણો. ફિલ્મનુ કંટેંટ નબળુ છે, પણ શ્રેષ્ઠ હાસ્ય દ્રશ્યો દ્વારા આ નબળાઈ પર ભારે પડે છે.

આ ફિલ્મનો ક્રેજ એવો જ છે જેવો અમિતાભ બચ્ચનની ફિલ્મોનો વર્ષો પહેલા રહેતો હતો. દર્શકો તો અમિતાભને જોવા જતા હતા, તેમને ફિલ્મની સ્ટોરી સાથે કોઈ લેવા દેવા નહોતી. તેઓ પોતાના સુપરસ્ટારની એ દરેક અદાઓ પર તાલી વગાડતા હતા, ભલે પછી એ મગજમાં ઘૂસે કે ન ઘૂસે. આ ફિલ્મમાં પણ અક્ષય અને માત્ર અક્ષય જ છે. તેઓ પડદાં પર અટપટી હરકતો કરે છે, જે તેમના પ્રશંસકોને સારી લાગે છે, અને જેની સંખ્યા છેલ્લા બે વર્ષથી ઘણી વધી ગઈ છે.

ફિલ્મની શરૂઆતમાં લકી(સોનૂ સૂદ)ના વિશે બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે તે પંજાબથી ઓસ્ટ્રેલિયા પહોંચીને ત્યાં બે નંબરના ઘંઘામાં લીન થઈ ગયો છે. હવે આવીએ પંજાબના ગામમા રહેનારા હેપી સિંહ(અક્ષય કુમાર) પાસે. તે એક મરઘી પકડવા માટે તેની પાછળ પાછળ ભાગે છે(અનીસ અજ્મી આ માટે કશુક નવુ નહોતા વિચારી શકતા) જેની પાછળ તે આખુ ગામ વેર-વિખેર કરી નાખે છે. હેપીથી કંટાળી ચૂકેલા ગ્રામવાસીઓ હેપીને ક્યાંક દૂર મોકલી આપવાનુ નક્કી કરે છે. તેઓ એને ઈમોશનલ બ્લેકમેલ કરીને તેના બાળપણના મિત્ર રંગીલા (ઓમપૂરી)ની સાથે ઓસ્ટ્રેલિયાથી લકીને પાછો લાવવા મોકલી આપે છે.

એયરપોર્ટ પર તે એક માણસ સાથે અથડાઈ જાય છે જેમ બધી ફિલ્મોમાં મોટાભાગે બતાવવામાં આવે છે. તેમ આ ફિલ્મમાં પણ તેમની ટિકીટો બદલાય જાય છે. જવાનુ હોય છે ઓસ્ટ્રેલિયા અને પહોંચી જાય છે ઈજિપ્ત કારણકે ફિલ્મની નાયિકા સોનિયા (કેટરીના કેફ)સાથે મુલાકાત કેવી રીતે થાત ? નાયક અને નાયિકાની પ્રથમ મુલાકાત વિશે પણ અનીસે વધુ મગજ નથી ખપાવ્યું. હજારોવાર અજમાવેલો ફોર્મૂલા અપનાવ્યો. સોનિયાના હાથમાંથી એક ચોર પર્સ મારીને ભાગે છે અને આપણો નાયક ઓલિમ્પિક ચેમ્પિયનની જેમ ઝડપથી દોડીને પકડી લે છે. આમ, લો થઈ ગઈ હેપ્પી-સોનિયાની મુલાકાત. હેપ્પી સોનિયાને દિલ આપી બેસે છે અને સપનામાં એકાદ-બે ગીત પણ ગાઈ લે છે. ઈજિપ્ત દર્શન પછી હેપ્પી અને રંગીલા ઓસ્ટ્રેલિયા પહોંચી જાય છે.

લકી જે કિંગ તરીકે ઓળખાતો હતો, તેનો એડ્રેસ હેપ્પી એક પોલીસવાળાને પૂછે છે. ઓસ્ટ્રેલિયાની પોલીસ ભારતની પોલીસ જેવી થોડી હોય છે. તે તેની મદદ કરી તેને સીધો કુખ્યાત ગુન્હેગારના ઘરે પહોંચાડી દે છે. હેપ્પીને લકી ઘરમાંથી કાઢી મૂકે છે. હેપ્પી અને રંગીલાનો સામાન ઓસ્ટ્રેલિયા નથી પહોંચતો અને તેમને ખાવા-પીવાની તકલીફ પડે છે. અહીં તેમને એક વધુ એક પંજાબી સ્ત્રી (કિરણ ખેર) મળે છે, જે દિલથી હિન્દુસ્તાની છે. હેપ્પી સરદારને તે જમાડે છે. હેપ્પી ખૂબ હેપ્પી થઈ જાય છે.


P.R
હેપ્પી અને લકી ફરી એકવાર સામસામે આવી જાય છે. દુશ્મનોના હુમલામાં લકીને ગોળી વાગે છે. લકીના ખભા પર બંદૂક મુકીને હેપ્પી તેને પોતાનુ હથિયાર બનાવી દુશ્મોનોને ભગાડે છે. બિચારા લકીને એવી બીમારી થઈ જાય છે કે તે કોઈપણ કામ નથી કરી શકતો, પરંતુ તેને સંભળાય છે બધુ. તે પોતાની આ બીમારી માટે જવાબદાર (હવે એ ન પૂછતા કે તે આંગળી કેવી રીતે ઉઠાવી શક્યો) હેપી તરફ આંગળી ઉઠાવે છે. અને તેની ગેંગના બેવકૂફ લોકો સમજે છે કે હેપ્પી તેમનો નવો કિંગ હશે. નવો કિંગ દિલનો સારો છે, ગરીબોને પૈસા વહેંચે છે. બિચારો રંગીલા, તેને ઓસ્ટ્રેલિયામાં ગરીબોને શોધવા પાછળ ઘણી મહેનત કરવી પડે છે.

કિરણ ખેરે પોતાની પુત્રીને ખોટુ કહ્યુ હતુ કે તે શ્રીમંત છે. તે પોતાન બોયફ્રેંડને સાથ આપવા જઈ રહી છે, હવે કિરણ પોતાના અસત્યને કેવી રીતે સંતાડે ? ગભરાવો નહી, હેપ્પી તો છે જ ને ! લકી ગેંગના સભ્યોને હેપ્પી માળી, નોકર, ચોકીદાર, ડ્રાયવર બનાવીને પોતે મેનેજર બની જાય છે. કિરણની પુત્રી આવે છે, પણ આ શુ આ તો સોનિયા છે, અને તેની સાથે છે તેનો બોય ફ્રેન્ડ (રણબીર શૌરી).

હેપ્પી લકીના ગેંગનુ હૃદય પરિવર્તન કરી નાખે છે. અને અજાણતા લડતા-લડતાં સોનિયા સાથે સાત ફેરા લઈ લે છે, જેને પંડિતજી લગ્ન જાહેર કરી દે છે.

વાર્તામાં કોઈ દમ નથી, પરંતુ અનીસે વચ્ચે-વચ્ચે હાસ્ય દ્રશ્યો નાખીને ફિલ્મને ગતિશીલ અને મનોરંજક બનાવી છે. ફિલ્મનો પહેલો ભાગ તીવ્ર ગતિનો, ઘટનાપ્રધાન અને હાસ્યથી ભરપૂર છે, પરંતુ બીજો ભાગ હાંફી ગયો હોય તેવો લાગે છે. ફિલ્મનો અંત સંતોષપ્રદ નથી, કારણકે ફિલ્મ એકદમ પૂરી થઈ જાય છે.

અક્ષય અને ઓમપુરીની કેમીસ્ટ્રી સરસ હતી, પરંતુ ઈંટરવ્યૂ પછી નિર્દેશકએ આ જોડીનો વધુ ફાયદો નથી ઉઠાવ્યો. અક્ષયની દાઢી પણ આખી ફિલ્મમાં નાની-મોટી થતી રહે છે. નિર્દેશક અનીસ અજ્મીએ બધુ ધ્યાન વાર્તાને છોડીને હાસ્ય દ્ર્શ્યો અને અક્ષય તરફ આપ્યુ છે. થોડા ઘણા દ્રશ્યો સારા છે, જેમ કે અક્ષયનુ કિંગ બનવુ, સોનૂ સૂદનુ લોહી ઉકળવુ, સોનૂનો ડ્રિંક ટ્રોલીની જેમ વપરાશ કરવો, યશપાલ શર્માની દુ:ખથી ભરેલી કથા સાંભળવી.

અક્ષય કુમાર આ ફિલ્મની આત્મા છે. આ ફિલ્મથી અક્ષયને હટાવી દેવામાં આવે તો કશુ નહી બચે. તેમના શ્રેષ્ઠ અભિનયને કારણે જ ફિલ્મ રસપ્રદ લાગે છે. અક્ષયે પટકથાથી ઉપર ઉઠીને અભિનય કર્યો છે. કેટરીના કેફ ને સુંદર અને ગ્લેમરસ દેખાવવાનુ હતુ જે એમણે સારી રીતે કરી બતાવ્યુ છે. ફિલ્મમાં સહાયક અભિનેતાઓની ટીમ સારી છે. ઓમપુરી, કિરણ ખેર, યશપાલ શર્મા, મનોજ પાહવા, રણબીર શૌરી જેવા કલાકારોનુ કામ સારુ છે. જાવેદ જાફરી દ્વારા બોલાયેલા અડધાથી વધુ સંવાદો તો સમજાતા જ નથી. કિરણ ખેરનો મેકઅપ ઘણો જ ખરાબ છે. ફિલ્મનુ સંગીત ઠીક ઠાક છે.