હૈરી પોર્ટર એંડ દ હૉફ બ્લડ પ્રિંસ
બૈનર : વૉર્નર બ્રદર્સનિર્માતા : ડેવિડ હેમૈન, ડેવિડ બૈરોનનિર્દેશક : ડેવિડ યેટ્સજે.કે. રોલિંગ કે ઉપન્યાસ પર આધારિતપટકથા લેખક : સ્ટીવ ક્લોવ્સકલાકાર : ડેનિયલ રેડક્લિફ, એમા વૉટસન, રૂપર્ટ ગ્રિંટ, માઇકલ ગેમ્બન, જિમ બ્રાડબેંટહૈરી પોર્ટર સિરીઝની છઠ્ઠી ફિલ્મ 'હૈરી પોર્ટર એંડ દ હૉફ બ્લડ પ્રિંસ' માં જાદુથી ભરેલા અચંબામાં નાંખી દે તેવા કારનામાઓની જગ્યાએ રોમાંસ અને હાસ્યને પ્રમુખતા આપી છે. તેનું કારણ છે તે છે કે હવે બધા જ પાત્રો મોટા થઈ ગયાં છે અને જવાનીના ઉંબરે આવીને ઉભા છે પરંતુ આનાથી ફિલ્મનો રોમાંચ જરા પણ ઓછો નથી થતો અને હૈરી પોર્ટરના ચાહકોને તો તેની આ ફિલ્મ વધારે પસંદ પડશે. રેલ્વે પ્લેટફોર્મ પર હૈરી પોર્ટર એક છોકરી સાથે સાંજ પસાર કરવાની તૈયારી કરી રહ્યો હોય છે અને પ્રોફેસર એલ્બસ ડમ્બલડોર તેને એક ખાસ કામ માટે હોગવર્ડ્સ લઈ જાય છે. પરંતુ તે પહેલા હૈરીની મુલાકાત એક કાઢા બનાવનાર વિશેષજ્ઞ પ્રોફેસર હેરેસ સ્લગહોર્ન સાથે કરાવવામાં આવે છે. વોલ્ડમોર્ટને ખત્મ કરવા માટેના જે રહસ્યની શોધ ડમ્બલડોર અને હૈરીને છે તેને સ્લગહોર્ન જાણે છે. વર્ષો પહેલા સ્લગહોર્ન અને તેમના વિદ્યાર્થી ટોમ રિડલ વચ્ચે એવી વાત થઈ હતી, જેને જાણવી ખુબ જ જરૂરી છે. ટૉમ રિડલમાં અમુક અનોખી શક્તિઓ છે, જેનો તે દુરૂપયોગ કરે છે. કેવી રીતે હૈરી આ રાજને જાણે છે તે આ ફિલ્મનો સાર છે.
વાર્તા એકદમ સરળ જરૂર લાગે છે પરંતુ તેને ખુબ જ સારા સ્ક્રીનપ્લે સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. પટકથા લેખક સ્ટીવ કોલ્વ્સનું પાછુ ફરવું શાનદાર રહ્યું. દરેક પગલાં પર ખતરો અને એક જાળ પાથરેલી દેખાય છે. રહસ્ય એક પછી એક ખુલે છે. આ વાર્તાની સાથે કેટલાયે પાત્રોની વાર્તા એકસાથે ચાલે છે. આટલુ જ નહિ પણ હૈરી અને તેના દોસ્તોનો રોમાંસ અને તેમના દ્વારા ઉપજતું હાસ્ય વચ્ચે વચ્ચે દર્શકોને તણાવમુક્ત કરે છે. ખાસ કરીને રૉનનો રોમાંસ, જે બચારો લેવેંડર અને હરમાઈનીની વચ્ચે સેંડવીચ બની જાય છે. ફિલ્મનો ક્લાઈમૈક્સ એક ઉદાસી છોડી જાય છે કેમકે હૈરી પોર્ટર જેને ખુબ જ પ્રેમ કરે છે તે વ્યક્તિને તે ગુમાવી દે છે અને આનું દુ:ખ દર્શક પણ અનુભવે છે. શક્ય છે કે ફિલ્મનો અંત મોટા ભાગના દર્શકોને પસંદ ન આવે. નિર્દેશક ડેવિડ યેટ્સે આખી ફિલ્મની અંદર મોટા ભાગે અંધારૂ રાખ્યું છે. સુર્યના કિરણો તો ફિલ્મની અંદર ના બરાબર છે. અંધારા વડે તેમણે પાત્રોના મનનો ભય અને આશંકાઓને દર્શાવી છે. વરસાદ, ઠંડી અને કાળા વાદળો વાતાવરણને વધારે ડરામણું બનાવે છે.
ફિલ્મના ખાસ ઈફેક્ટસ એકદમ જોરદાર છે. શરૂઆતમાં ડેથ ઈટર્સ દ્વારા વિનાશ વેરવાનું દ્રશ્ય, દ્રવના રૂપમાં રાખેલી યાદોને ફરીથી જોવાનું દ્રશ્ય, ડેથ ઈટરર્સ દ્વારા હૈરી અને તેના દોસ્તો પર ખેતરમાં કરવામાં આવેલ હુમલો જેવા દ્રશ્યો ખુબ જ સુંદર દેખાડવામાં આવ્યાં છે. અભિનયમાં ઉંમરલાયક અને અનુભવી અભિનેતાઓ ભારે પડ્યાં છે. હોરેસ સ્લગહોર્નના રૂપમાં જીમ બ્રાડબેંટે કમાલનો અભિનય દેખાડ્યો છે. તેમનું ચરિત્ર ખુબ જ સુંદર છે. તેઓ જ્યારે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે દર્શકોના ચહેરા પર હાસ્ય આવી જાય છે. ડમ્બલડોરની ભૂમિકામાં માઈકલ ગેમ્બન હંમેશાની જેમ ધીર-ગંભીર જ દેખાય છે. ડેનિયલ રેડક્લિંફ, એમા વોટસન, રૂપર્ટ ગ્રિંટે પણ પોત પોતાના ચરિત્રને એકદમ ગંભીર રીતે ભજવ્યા છે. જો કે અમુક કલાકારોને વધારે દ્રશ્ય નથી મળ્યાં. ટેકનીકી રૂપે ફિલ્મ ખુબ જ સશક્ત છે. ફોટોગ્રાફી, સ્પેશ્યલ ઈફેક્ટસ, બૈકગ્રાઉંડ મ્યુઝીક, સેટ, લાઈટ્સ, કોસ્યુમ્સ, મેકઅપ ખુબ જ સુંદર છે. બધુ મળીને જોઈએ તો હૈરી પોર્ટરના ચાહકોને આ ફિલ્મ જરૂર પસંદ આવશે.