ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (18:06 IST)

Ek Ladki Ko Dekha Toh Aisa Laga.. એક જુદા વિષય પર આધારિત છે આ ફિલ્મ

ફિલ્મ - એક લડકી કો દેખા તો એસા લગા 
સ્ટાર - અનિલ કપૂર, સોનમ કપૂર રાજકુમાર રાવ 
ડાયરેક્ટૅર - શૈલી ચોપડા ઘર 
પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા 
 
Ek Ladki ko Dekha to Aisa Laga Movie Review / ખૂબ જ સેંસેટિવ સબ્જેક્ટ સમલૈગિક્તા પર પહેલા પણ અનેક ફિલ્મ બની ચુકી છે અને હવે રાજકુમાર રાવ (Rajkumar Rao), સોનમ કપૂર (Sonam Kapoor) અને અનિલ કપૂર (Anil Kapor)  ની ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા (Ek Ladki ko Dekha to Aisa Laga) પન આ મુદ્દા પર આધારિત છે.  ફિલ્મનો સબજેક્ટ વર્તમન સમયમાં રજુ થઈ રહેલ ફિલ્મોથી ખૂબ અલગ છે.  ફિલ્મ રજુ થઈ ચુકી છે. આવો જાણીએ એક લડકી કો દેખા તો એસા લગાનો મૂવી રિવ્યુ. (Ek Ladki ko Dekha to Aisa Laga Movie Review)।
 
સ્ટોરી - લેખક અને નિર્દેશક સાહિલ મિર્જા (રાજકુમાર રાવ)ને સ્વીટ (સોનમ કપૂર) ને જોતા જ પ્રેમ થઈ જાય છે. તેથી તે છત્રો (જુહી ચાવલા) સાથે નાટક અને ટૈલંટ હંટનુ બહાનુ લઈને સ્વીટીના ગામ મોગા પહોંચે છે. જ્યા સ્વીટી પોતાના પિતા બલબીર ચૌધરી (અનિલ કપૂર) બીજી (મધુમાલતી કપૂર) વીરજી (અભિષેક દુહાન) સાથે રહે છે. સાહિલ જેમ તેમ કરીને હિમત કરીને સ્વીટીને પોતાના પ્રેમનો એકરાર તો કરે છે પણ સ્વીટીનો જવાબ સાંભળીને તે હેરાન થઈ જાય છે. હવે તો એ રહસ્ય શુ છે તે જાણ્યા પછી સાહિલ કેવી રીતે રિએક્ટ કરે છે .. શુ ઘરવાળા સ્વીટીના એ રહસ્યને જાણ્યા પછી પણ સ્વીટીને સ્વીકાર કરે છે કે નહી ? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે. અને આ માટે તમારે ટોકિઝ સુધી જવુ પડશે.  આ તો હતી ફિલ્મની સ્ટોરી હવે નજર નાખીએ એક લડકી કો દેખા તો એસા લગાના મૂવી રિવ્યુ પર. 
 
રિવ્યુ - એક લડકી કો દેખા તો એસા લગા મૂવી રિવ્યુની વાત કરીએ તો સૌ પહેલા વાત આવે છે સ્ટોરીના સબજેક્ટની  અને આ પાયા પર ફિલ્મ એકદમ ખરી ઉતરી ક હેહ્ ફિલ્મનો સબજેક્ટ ખૂબ અલગ અને પ્રભાવશાળી છે જે એક મિંનિટ માટે દર્શકોને વિચારવા મજબૂર કરી દેશે. ફિલ્મની સ્ટોરી પંજાબી પાત્ર પર આધારિત છે. તેથી પણ વધુ પ્રભાવ છોડવામાં સફળ રહી છે.  ફિલ્મનુ નિર્દેશનમાં કોઈ કમી નથી દેખતી. ભલે ફર્સ્ટ હાફ થોડો સ્લો છે પણ સેકંડ હાફમાં ફિલ્મ ખૂબ મજબૂત બની જાય છે.  હવે વાત અભિનયની કરીએ તો દરેક પાત્રએ પોતાનો 100 ટકા આપ્યો છે. દરેક પોતાના રોલમાં  ખૂબ સારો છે.  ભલે તે સ્વીટીના પાત્રમાં સોનમ કપૂર હોય કે પછી દલબીર સિંહના પાત્રમાં અનિલ કપૂર. ફિલ્મમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવના પાત્રના ખૂબ વખાણ થઈ રહ્યા છે.  જૂહી ચાવલા અને અનિલ કપૂરની જોડી લાંબા સમય પછી જોવા મળી છે.  અને ફિલ્મમં ખૂબ સારી લાગી રહી છે. ફિલ્મના ગીતોની વાત કરીએ તો ગીતો પણ લોકોને ખૂબ ગમી રહ્યા છે.  ટૂંકમાં મૂવી રિવ્યુની વાત કરીએ તો ફિલ્મ જોવા લાયક છે