શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (17:38 IST)

મોદી સરકારનું એક વર્ષ - જેટલી બોલ્યા દુનિયામાં વધ્યુ ભારતનું માન

નરેન્દ્ર મોદી સરકારના કામકાજના એક વર્ષની વિગત આપતા નાણાકીય મંત્રી અરુણ જેટલીએ શુક્રવારે કહ્યુ કે કેન્દ્ર સરકાર સુધારાની દિશામાં  અને પગલા ઉઠાવવા માટે કટિબદ્ધ છે. જેટલીએ કહુ કે અમારી સૌથી મોટી સફળતા ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવાની છે. અમે સરકારી અને રાજનીતિક ભ્રષ્ટાચાર ખતમ કર્યુ. 
 
યૂપીએ સરકાર પર નિશાન તાકતા તેમણે કહ્યુ કે અનેક મુદ્દા પર યુપીએ સરકારમાં એકમત નહોતુ. એક વર્ષ પહેલા દેશમાં નિરાશાનું વાતાવરણ હતુ. જે હવે ખતમ થઈ ગયુ છે. ગયા વર્ષે દેશને દિશા આપવાનુ વર્ષ હતુ. અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે. એક વર્ષમાં દુનિયામાં ભારતનુ માન વધ્યુ છે. દુનિયામાં ભારતને લઈને એક વાતાવરણ ઉભુ થયુ છે.  
 
નાણાકીય મંત્રીએ કહ્યુ કે મોદી સરકારે ઉર્જા કોલસાના ક્ષેત્રમાં પારદર્શિતા પર જોર આપ્યુ. અર્થવ્યવસ્થાના મામલે હવે ઉત્સાહનુ વાતાવરણ છે.  દેશનો વિકાસ દર વધ્યો છે. સરકાર તરત જ નિર્ણયો લઈ રહી છે. આ સરકારની ખાસિયત છે. મુશ્કેલ પરિસ્થિતિયોમાં નિર્ણય લેવો. ઝડપી ગતિથી નિર્ણય લેવો આ સરકારની ઓળખ છે. ઝડપી વિકાસથી આલોચક પણ પરેશાન છે. દેશ કંઈ દિશામાં જશે. આ મામલા પર સરકારમાં કોઈ વિવાદ નથી. અર્થવ્યવસ્થામાં મોકળાશ આવી છે. 
 
જેટલીએ કહ્યુ કે જીએસટી પર સરકારે મોટા નિર્ણયો લીધા છે. રાજ્યસભામાં આ જલ્દી પાસ થશે. ટેક્સ વિકાસને વધારવાનું દ્વાર છે. તેથી ટેક્સ પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી છે. આ સરકારમાં કોલસા અને સ્પેક્ટ્રમ વિવાદ ખતમ કરવામાં આવ્યો. વેપારનુ વાતાવરણ સરળ બનાવવાની જરૂર છ્ દરેક સિદ્ધાંતનુ પારદર્શી અવલોકન થવુ જોઈએ. વિકાસ માટે જે પણ નિર્ણયો લેવાના હોય એ અમે લઈશુ. પહેલા રોકાણકાર કાયદાકીય કાર્યવાહીથી ગભરાતા હતા.  
 
તેમણે કહ્યુ કે ટેક્સ માળખાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવીશુ. ડાયરેક્ટ ટેક્સમાં છૂટની દર વધારી. ઈનકમ ટેક્સમાં બે બે વાર છૂટ આપવામાં આવી. જેથી લોકોના ખિસ્સામાં વધુ પૈસા રહે. ખનિજ બહુલ રાજ્યોને રાહત આપવામાં આવી છે. હવે ખનિજોના પૈસા રાજ્યોને જશે. કેન્દ્રના સંસાધનોમાં રાજ્યોનો ભાગ વધ્યો છે. કેન્દ્રની સાથે સહયોગમાં રાજ્યોના વિચાર બદલ્યા છે. રાજનીતિક વિરોધ છતા કેન્દ્ર સાથે રાજ્યોનો સહયોગ વધ્યો છે. 
 
જેટલીએ આશા બતાવી કે આ વર્ષે સરકારનુ રાજસ્વ વધવાની આશા છે. સબસિડી ફક્ત જરૂરિયાતના લોકો માટે હોવી જોઈએ. તાપસ એજંસીનો દુરુપયોગ હવે જૂની વાત થઈ ગઈ છે અમે મંદીના સમયમાં પણ ઈંફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ વધાર્યો. 6 મહિનામાં સૌથી વધુ રોકાણથી કમાણી થઈ છે. કંપની એક્ટમાં સરળતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઘરેલુ કાળાધન પર પણ સરકાર કાયદો લાવી રહી છે.