શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Updated : શુક્રવાર, 22 મે 2015 (18:27 IST)

મોદીનું એક વર્ષ - 'અચ્છે દિન'નું હૈશટેગ

પ્રધાનમંત્રી પદની શપથ પછી નરેન્દ્ર મોદી 26 મેના રોજ એક વર્ષ પુર્ણ કરશે. 
 
તમારા સુધી ભારતની બદલતી તસ્વીર મોકલવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.  
 
ઓસ્કર જીતનારી ફિલ્મ રિવોલ્યૂશનરી રોડ માં એક ડાયલોગ છે.  એ તમામ વચનો પર તમે વિશ્વાસ તો નથી કરી લીધો જે તમને કર્યા જ નહોતા.  વાત એ જ વચનોની થવી જોઈએ જે એક વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સરકારે એક વર્ષ પહેલા કર્યા હતા. આજે એક વર્ષ પછી જોઈએ એ જ વચનો અને નારાઓની હાલત.  
 
એક વર્ષ વધુ હોય છે કે નહી ? આ સવાલ આટલા જોશથી પહેલા ક્યારેય નહી પૂછાયો હોય જેટલો આજકાલ પૂછવામાં આવી રહ્યો છે.  અગાઉની લોકસભા ચૂંટણી દરમિયન કેટલાક નારા ખૂબ જોરથી ઉછાળવામાં આવ્યા હતા. જેને સાંભળીને લાગતુ હતુ કે રાતોરાતમાં જ દ્રશ્ય બદલાય જશે.  પણ તેને હકીકતની ધરતી પર ઉતારવા એક અનેકગણુ વાસ્તવિક અને વ્યવ્હારિક કામ છે. હવામાં નથી થતુ.. તેને સમય અને ધીરજ પણ જોઈએ.  છ આઠ મહિના તો નીકળતા જાણ જ નથી થતી. જો દુનિયાનુ સૌથી મોટુ લોકતંત્ર હોય તો વધુ મુશ્કેલ છે. નારા કાલપનિક હોઈ શકે છે. સરકાર ચલાવવી નહી.  એ હૈશટેગ દ્વારા નક્કી નથી થતુ. 
 
એક વર્ષના સવાલ 
વર્ષ હજુ પુરૂ થવા જ આવ્યુ છે કે લોકો સવાલ કરી રહ્યા છે. સવાલ કરનારા પહેલા પણ હતા. કેટલાક સવાલ ન કરનારા પણ હતા. પહેલા સવાલ ન કરનારા હવે સવાલ કરી રહ્યા છે. જે નથી કરી રહ્યા તેઓ ચૂપ અને ઉદાસ બેસ્યા છે. પણ હજુ પણ જે લોકોએ  મોટી આશાથી એક ચહેરા સામે ટકટકી લગાવી રહ્યા છે. તેમની સંખ્યા સૌથી વધુ છે. તેઓ એ ચેહરા તરફ એકીટસે જોઈ રહ્યા છે જે હંમેશા કેમરાની તરફ જોતા દેખાય છે. તે ચેહરો ભલે જ્યા જોઈ રહ્યો હોય પણ આખો દેશ હાલ ફક્ત એ જ ચેહરાને જોઈ રહ્યો છે. આખા વર્ષથી... 
 
દેશના સંસદની સીઢિયો પર આંસુઓ છલકાતા જોયા.. જોયુ કે દેશના સૌથી તાકતવર નાગરિક રસ્તા પર ઝાડુ લઈને નીકળી પડ્યા છે.  જોયુ કે કેવી રીતે મંત્રીઓની ક્લાસ લેવાય રહી છે. દેશે જોયુ કે કેવી રીતે એક ચા વાળાનો પુત્ર અમેરિકી રાષ્ટ્રપતિને બરાક કહીને બોલાવી શકે છે. 

દુનિયામાં સૌથી વધુ ખુદની તસ્વીરો ખેંચનારા નેતાનુ ગૌરવ પ્રાપ્ત કરી શકે છે. એક વર્ષની અંદર જ. દેશે સાંભળ્યુ હતુ કે થ્રી ડી અનેફોર જી જેવા ફોર્મૂલા દેશનો નકશો બદલીને મુકી દેશે. દેશે એક ખૂબ મોંઘો કોટ પહેલા પહેરવો અને પછી નીલામ થતો જોયો. દેશે સાંભળ્યુ કે કાળુ નાણુ પરત લાવવાની વાત ફક્ત એક ચૂંટણી માટેનો નારો હતો. દેશે જોયુ કે શ્રીનગરમાં ગઠજોડ સરકાર કેવી રીતે બની અને દિલ્હીએ કેટલો જલ્દી પોતાનો મિજાજ બદલ્યો. એક વર્ષમાં આ બધુ દેશે જોયુ. તાળીઓ વગાડી અને ગર્વ પણ કર્યુ.  
 
મનની વાત 
 
દેશ મનની વાત સાંભળીને રાહ જોઈ રહ્યુ છે પોતાના મનની વાત થવાની. એક ના મનની વાત બીજાના મનની વાત નથી. એક માટે સારા દિવસો એ બીજાના સારા દિવસોથી જુદા છે. દેશે વર્ષમાં અનેક તસ્વીરો જોઈએ. અને તે પોતાની તસ્વીર બદલતી જોવા માંગે છે. 
 
પાંચ વર્ષમાં એક વર્ષના વીસ ટકા હોય છે. દિવસોના હિસાબથી 365 દિવસોની સંખ્યા ખૂબ મોટી હોય છે. ભલે એ વ્યવસ્થિત હિસાબ કરવો મુશ્કેલ છે કે વર્ષમાં કેટલા દિવસ સાચે જ હૈશટૈગવાળા સારા રહ્યા. 
 
આટલા ઓછા સમયમાં કોઈ નિર્ણાયક નિષ્કર્ષ સુધી ન પહોંચો. પણ સંકેટ ને વાંચવાનો પ્રયત્ન તો કરી જ શકાય છે.  બીબીસીએ નરેન્દ્ર મોદીના ચૂંટણી નારાની રોશનીમાં તેમના એક વર્ષને સમજવાનો પ્રયત્ન કર્યો છે.  ભલે એ તેમનો આર્થિક કાર્યક્રમ હોય કે લીટથી હટીને કામકાજ કરવાનો અંદાજ હોય. ભલે તેમના સામાજીક કાર્ય હોય કે રાજનૈતિક દાવપેચ. 

એ જાણવાનો પણ પ્રયત્ન થયો કે સારા દિવસો કોણે માટે આવ્યા છે અને કોણ હજુ પણ પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.  જે બનારસે નરેન્દ્ર મોદીને લોકસભામાં મોકલ્યા એ ક્યા બદલાતુ દેખાય રહ્યુ છે વર્ષભરની આશામાં ?
 
ગુજરાત મોડલનું શુ ?
 
જે ગુજરાત મોડલના નામ પર ભારતીય જનતા પાર્ટીએ આખા દેશને ચૂંટણી દરમિયાન મંત્રમુઘ્દ કર્યા હતા. શુ તેની દેશના બીજા ભાગોમાં શરૂઆત થતી જોવા મળી ? 
 
વર્ષ પસાર થયા પછી ભારતના અલ્પસંખ્યકોના મનમાં એ જ વાતો છે જે ચૂંટણી પહેલા હતી અને એ લોકોની પણ જેમણે ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યો. 
 
વર્ષભર પહેલા જે સ્થાનો પરથી ખેડૂતોએ આત્મહત્યા કરી હતી શુ એ સ્થાન હવે બદલાય ગયુ છે ? જે રસ્તા પર દેશની વહુઓ, દિકરીઓ અને બહેનો નિકળતી વખતે ઓછી સુરક્ષિત અનુભવતી હતી શુ એ રસ્તાઓની સ્થિતિ બદલાઈ ગઈ ? 
 
શુ ભારતમાં ધંધો જમાવવો સ્થાનીક ઉદ્યમીઓ માટે સહેલુ થઈ શક્યુ. શુ દેશ પહેલાથી વધુ સાફ સુથરો થઈ ગયો. અને મેક ઈન ઈંડિયા ? એ કયા ફેરફાર છે જેની શરૂઆત થઈ ચુકી છે. કદાચ દેશને હકીકતની જાણ નથી. 
 
નરેન્દ્ર મોદીના અનેક સમર્થકો હવે હતાશા અનુભવી રહ્યા છે. પચાસ ઓવરવાળી મેચની પહેલી દસ ઓવર જોઈને મેચના નિર્ણય સંભળાવવો ઉતાવળ કહેવાશે.  શોર અને ચમકદાર અને હૈશટેગની બહારના હિન્દુસ્તાનને જોયુ, સાંભળ્યુ અને તેના સત્યની પડતાલ હજુ પણ એટલા જ જરૂરી અને મહત્વપૂર્ણ છે જેટલા કોઈપણ લોકતંત્રના નાગરિક હોય છે.