રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 ડિસેમ્બર 2018 (16:41 IST)

CBSE EXAMS 2019 DATESHEET - બોર્ડે જાહેર કરી 10મા અને 12મા ધોરણની તારીખો

CBSE Class 10, 12 Board Exam Date Sheet:  કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ 12મા અને 10મા ઘોરણની પરિક્ષાઓની ડેટશીટૃ રજુ કરી છે. 12માંની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 3 એપ્રિલ સુધી અને કક્ષા 10ની બોર્ડ પરિક્ષાઓ 21 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી આયોજીત કરવામાં આવશે.  વિદ્યાર્થીઓને પરીક્ષા પહેઅલ પર્યાપ્ત સમય આપવા માટે સીબીએઅઈ બોર્ડ EXAM DATESHEET પરીક્ષા શરૂ થવાના સાત અઠવાડિયા પહેલા જ રજુ કરી દીધી છે. 
 
બોર્ડે આ સ્પષ્ટ કરી દીધુ છે કે પરીક્ષાની તારીખો એ રીતે નક્કી કરવામાં આવી છે કે આ પ્રતિયોગી પરીક્ષાઓની તારીખો સાથે મેળ નહી ખાય.  ગયા વર્ષે 12મા બોર્ડની 
 
ભૌતિકી (PHYSICS) ના પેપરની તારીખ અને જેઈઈ મેન પરીક્ષાની તારીખ એક હતી. પછી ભૌતિકી પરીક્ષાની તારીખ આગળ વધારવી પડી હતી. 
 
પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી આયોજીત કરવામાં આવશે. બીજી બાજુ ઉત્તર પુસ્તિકાઓ સવારે 10 વાગ્યાથી આપવામાં આવશે. વિદ્યાર્હ્તીઓને 
 
ઉત્તર પુસ્તિકા પર પોતાના વિવરણ લખવાના હોય છે. સવારે 10.15 વાગ્યે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રનુ વિતરણ કરવામાં આવશે. 
 
પરીક્ષા નિયંત્રક ડો. સનમ ભારદ્વાજે કહ્યુ કે ડેટ શીટ તૈયાર કરતી વખતે દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રવેશ કાર્યક્રમ પર પણ વિચાર કરવામાં આવ્યો છે. મુખ્ય શૈક્ષણિક વિષયો માટે પરીક્ષાઓ માર્ચમાં શરૂ થશે. ભારદ્વાજે કહ્યુ કે જૂનના પહેલા અઠવાડિયા સુધી પરિણામ પણ જાહેર કરવામાં આવશે.