રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઔરંગાબાદ , સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (16:04 IST)

Hop Shoots 82 હજાર રૂપિયા કિલોનુ આ શાક તમે જોયુ છે ? જે ખેડૂતો વાવશે તેની બદલાશે કિસ્મત

. બિહારમાં ગરીબી છે. બેરોજગારી છે. અપરાધ છે. રાજનીતિ છે. પૂર છે. દુકાળ છે. ગરમી ઠંડી અને વરસાદ છે. પણ 82 હજા રૂપિયા કિલો વેચાતુ શાક પણ છે. જેની ખેતી પણ થઈ રહી છે. જેના ખરીદદાર પણ છે. તેને દુનિયાનુ સૌથી મોંઘુ શાક કહેવાય છે. આ શાક વિશે કહેવાય છે કે જેની કિમત સાંભળીને તમે ચોંકી જશો. ઔરંગાબાદમા6 એક ખેડૂત વિશ્વની સૌથી મોંઘા શાકની ખેતી કરી રહ્યો છે.  આસપાસના લોકોને સમજાતુ નથી કે તેણે કંઈ વસ્તુની ખેતી કરી છે.  તે તેને ક્યા વેચશે ? કોણ તેનુ શાક ખરીદશે ? તેને કેવી રીતે પકવશે. આટલુ મોંઘુ શાક ખાશે કોણ ?
 
 
દુનિયાનુ સૌથી મોંઘુ શાક Hop Shoots 
 
દુનિયાનુ સૌથી મોંઘા શાકનુ નામ હૉપ શૂટ્સ 
दुनिया की सबसे महंगी सब्जी Hop Shoots(Hop Shoots). એક કિલો (Hop Shoots)ની ઈંટરનેશનલ માર્કેટમાં કિમંત છે 1 હજાર યૂરો એટલે કે 82 હજાર રૂપિયા. આ એવુશાક છે જે તમને કદાચ જ કોઈ સ્ટોર પર કે બજારમાં જોવા મળશે. જો તમે તેને જોવા માંગો છો તો ઔરંગાબાદના ખેડૂત અમરિશ કુમાર સિહ સુધી જવુ પડશે. નવીનગર પ્રખંડના કરમડીહ ગામમાં તેની ખેતી થઈ રહી છે. અમરિશના મુજબ ભારતીય શાક અનુસંધાન વારાણસીના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર લાલની દેખરેખમાં 5 કટ્ટા જમીન પર તેની ટ્રાયલ ખેતી કરવામાં આવી છે. 2 મહિના પહેલા તેનો છોડ લગાવ્યો હતો જે હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. છોડની સાથે સાથે અમરેશની આશાઓ પણ વધી રહી છે. 
 
દવા અને બીયર બનાવવામાં Hop Shootsનો ઉપયોગ 
 
Hop Shoots શાક બજારમાં મળતુ નથી. તેનો ઉપયોગ એંટીબાયોટિક દવાઓ બનાવવામાં થાય છે. TBના નિવેદનમા Hop Shootsથી બનેલ દવા કારગર સાબિત થાય છે. તેના ફુલ્નો ઉપયોગ Beer બનાવવાના કામમાં કરવામાં આવે છે. તેના ફુલોને હૉપ કૉન્સ કહે છે. બાકી ડાળીઓનો ઉપયોગ ખાવામાં થાય છે.  તેનુ અથાણુ પણ બને છે. જે ખૂબ મોંઘુ વેચાય છે. 
 
યૂરોપીય દેશોમાં Hop Shootsની ડિમાંડ 
 
યૂરોપીય દેશોમાં તેની ખેતી ખૂબ કરવામાં આવે છે. બ્રિટન અને જર્મનીમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે. વસંતની ઋતુ Hop Shootsની ખેટી માટે ખૂબ સારી માનવામાં આવે છે. ભારત સરકાર આ દિવસોમાં આ શાકની ખેતી પર વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહી છે.  વારાણસી સ્થિત શાક અનુસંધાન સંસ્થામાં તેની ખેતી પર ખૂબ કામ ચાલી રહ્યુ છે. અમરિશે તેની ખેતી માટે અનુરોધ કર્યો હતો જેને માની લેવામાં આવ્યુ હતુ. જો તેમની કોશિશ સફળ રહી તો બાકી ખેડૂતોનુ પણ નસીબ પલટાય શકે છે.