1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (10:44 IST)

સાંસદ ઈ અહમદનુ નિધન, સામાન્ય બજેટના રજુ થવા પર બન્યુ સસ્પેંસ

કેરલથી સાંસદ અને ઈંડિયન યૂનિયન મુસ્લિમ લીગના નેતા ઈ-અહમદની ગઈ રાત્રે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. સૂત્રો મુજબ આજે રજુ થનારુ સામાન્ય બજેટ હવે ગુરૂવાર સુધી માટે ટાળી શકાય છે. તેના પર નિર્ણય 10 વાગ્યે થશે. સરકાર હાલ બધા દળોને આના પર વાત કર્યા પછી કોઈ નિર્ણય થશે.  સરકાર હાલ બધા દળોથી આના પર વાત કર્યા પછી જ કોઈ નિર્ણય લેશે. સાંસદ ઈ અહમદના નિધનના કારણે આજે સાંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી શકે છે. 
 
સૂત્રોનુ માનીએ તો સરકાર કોઈ સાંસદના નિધન પછી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવાની ભલામણને કાયમ રાખી શકે છે. જો કે આ વિશે ઔપચારિક એલાન લોકસભાની કાર્યવાહી શરૂ થયા પછી જ થશે. આ મમાલે અંતિમ નિર્ણય સ્પીકરને લેવાનો છે. ઉલ્લેખનીય છે કે  પૂર્વ મંત્રી ઈ અહમદને મંગળવારના દિવસે સંસદની કાર્યવાહી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેમને બચાવી શકાયા નથી. આ  ઘણા વર્ષ પછી પ્રથમ વાર છે કે જ્યારે બજેટ ફેબ્રુઆરીના છેલ્લા મહિનનએ બદલે 1 ફેબ્રુઆરીન રોજ રજુ થઈ રહ્યુ છે.