શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 માર્ચ 2017 (10:29 IST)

શિવસેનાએ કર્યો બચાવ, તો ગાયકવાડે હવે ટ્રેનમાં કરી આવી હરકત

એયર ઈંડિયાના ડ્યૂટી મેનેજર સાથે ગેરવર્તણૂંકના આરોપી શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડના પંખ કતરવામાં આવી રહ્યા છે. આખા દેશમાં તેમની આલોચના થઈ રહી છે. પણ પાર્ટી પોતાના સાંસદના પક્ષમાં ઉભી જોવા મળી રહી છે. 
 
શિવસેના નેતા સંજય રાઉતનુ કહેવુ છે કે આમ આદમી હોય કે મંત્રી ગુસ્સો તો કોઈને પણ આવી શકે છે.  સાંસદથી ભૂલ થઈ થઈ છે પણ એ માટે કોણ જવાબદાર છે એ જોવુ જોઈએ. 
 
રાઉતે એ પણ કહ્યુ કે કેવુ રહે જો આમ જનતા જ એયર ઈંડિયાને બ્લેક લિસ્ટ કરી દે. ઉલ્લેખનીય છે કે ગાયકવાડની હરકત પછી અનેક એયરલાઈંસે તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી. એયર ઈંડિયાએ તો તેમને બ્લેક લિસ્ટ જ કરી દીધો છે.  
 
 
દેશની સરકારી એયરલાઈંસ એયર ઈંડિયા સહિત છ શેડ્યૂલ્ડ કમર્શિયલ એયરલાઈનો તરફથી ટિકિટ ન મળ્યા પછી ગાયકવાડ ટ્રેન દ્વારા મુંબઈ રવાના થયા. આ દરમિયાન ટ્રેનમાં પણ તેમણે મીડિયા સાથે અભદ્ર વ્યવ્હાર કર્યો. મીડિયાએ જ્યારે પૂછ્યુ તો પહેલા તો તેઓ શાંત રહ્યા પણ પછી ભડકી ઉઠ્યા અને પત્રકારોને ધક્કા મારીને બહાર જવાનુ કહ્યુ. 
 
 
ઉદ્ધવ સાહેબ જોશે મામલો - ગાયકવાડ 
 
આ પહેલા ગાયકવાડે મહારાષ્ટ્ર સદનમાં મીડિયાને કહ્યુ, 'માફી નહી માંગુ. શાનો પછતાવો ? ભૂલ તેમની છે. એ આવીને પહેલા માફી માંગે.  પછી જોઈશુ.  કેસની શુ વાત છે ? જામીન લઈ લઈશ હું. અમારા વકીલ જોશે.  અમારા ઉદ્ધવ સાહેબ જોશે.  મે લોકસભા અધ્યક્ષ અને એવિએશન મિનિસ્ટરને લખ્યુ છે. 
 
શુ છે સમગ્ર મામલો ?
 
શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર એયર ઈંડિયાના 60 વર્ષના ડ્યૂટી મેનેજર સાથે મારપીટનો આરોપ છે. હુમલામાં મેનેજરના ચશ્મા તૂટી ગયા અને કપડા ફાટી ગયા. 
 
ઘટના ગુરૂવાર સવારની છે. એયર ઈંડિયા મુજબ ગાયકવાડે બિઝનેસ ક્લાસની ઓપન ટિકિટ બુક કરી હતી. તેથી તે કોઈપણ દિવસે ટ્રાવેલ કરી શકતા હતા. પણ તેઓ ગુરૂવારે સવારે 7.35 વાગ્યે પુણે-દિલ્હી ફ્લાઈટ (એઆઈ 852)માં બેસવા માટે પહોંચી ગયા. જ્યારે કે આ ફ્લાઈટ સંપૂર્ણ રીતે ઈકોનોમી ક્લાસની છે. 
 
સાંસદે મીડિયા સામે ખુદ હુમલાની વાત માની. કહ્યુ, મે એક મેનેજરને 25 વાર સેંડલથી માર્યુ.  તેણે મારી સાથે ગૈરવર્તણૂંક કરી હતી. હુ તો તેને ઊંચકીને બહાર ફેંકવાનો હતો.