શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : બુધવાર, 20 જૂન 2018 (12:04 IST)

આગામી લોકસભાની ચૂંટણી પહેલા ફરીવાર પાટીદાર અનામત આંદોલન શરુ થશે - હાર્દિક પટેલ

ઉપલેટામાં સોમવારે રાત્રીના દરમ્યાન ઓચિંતી હાર્દિક પટેલ શહેરના બસ સ્ટેન્ડ ચોક ખાતે આવતો હોવાની જાહેરાત થતા શહેરના કડવા પાટીદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં હાર્દિકે ર૦૧૯ની ચૂંટણી પૂર્વે પાટીદાર અનામતની લડત ફરી શરૂ કરવાનો હૂંકાર કર્યો હતો. ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોક ખાતે સોમવારે રાત્રીના કડવા પાટીદારો અને હાર્દિક પટેલની મીટીંગ યોજાઈ હતી. હાર્દિક પટેલે ૨૦૧૯ની ચૂંટણી દરમ્યાન કડવા પાટીદારોના હકક અને હિસ્સા (અનામત)ના મુદ્દે ફરીથી જલદ આંદોલનો છેડવાની જાહેરાત કરી હતી. મીટીંગ અંતર્ગત પાસના કન્વીનર અને ધારાસભ્ય લલીતભાઇ વસોયાની ઉપસ્થિતિ વચ્ચે ગોપાલભાઇ ઝાલાવડીયા, લેઉવા પટેલ સમાજના હોદેદારો અમુભાઇ ગજેરા, કીરીટભાઇ પાદરીયા ભાયાવદર પાસના નયનભાઇ જીવાણી તથા પાનેલી મોટીના કન્વીનર જયંતીભાઇ ભાલોડીયાની ઉપસ્થિતિ વચ્ચે ઉપલેટા, જામજોધપુર અને પાનેલી મોટીના કડવા પાટીદારો આવનારા દિવસોમાં અનામતના મુદ્દે સરકાર સામે ફરીથી ખેલ કરવાના મુડમાં જોવા મળ્યા હતા.