સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સુરતઃ , ગુરુવાર, 9 જૂન 2016 (15:46 IST)

કેજરીવાલનો પાટીદારૉએ આભાર માન્યો

શહેરના વરાછા વિસ્તારમાં પાટીદારોને સમર્થન આપનાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માનતા પોસ્ટરને કારણે ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટર પાવર ઓફ પટેલ ગ્રુપે લગાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં કેજરીવાલનો આભાર માનવામાં આવ્યો છે અને નીચે પાવર ઓફ પટેલ ગ્રુપ લખવામાં આવ્યું છે. તેમજ એક બાજુ હાર્દિક પટેલ અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલનો ફોટો છે.  આ ઉપરાંત ઉપરના ભાગે જય સરદાર, જય પાટીદાર લખવામાં આવ્યું છે.

અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું છે કે, પાટીદારો પ્રત્યે સહાનુભૂતિ બદલ અરવિંદ કેજરીવાલનો ખૂબ ખૂબ આભાર. નીચે સરદાર પટેલ અને અરવિંદ કેજરીવાલના ફોટા છે. તેમજ વચ્ચે પાવર ઓફ પટેલ ગ્રૂપનું નામ લખવામાં આવ્યું છે. તેની નીચે પંકજ ધામેલીયા, સંજયભાઈ ઝાલાવાડીયા, મિલન પટેલ અને હિરેન પટેલના નામ લખવામાં આવ્યા છે.