રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

ભોપાવરમાં શ્રી શાંતિનાથજી નુ મંદિર

87,000 વર્ષ જૂની શાંતિનાથજીની મૂર્તિ

ગાયત્રી શર્મા

જૈન તીર્થોમા એક વધુ તીર્થ છે ભોપાવરના શ્રી શાંતિનાથજી નુ મંદિર, જે ઈન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ સ્થિત રાજગઢથી લગભગ 12 કિમી.આ અંતરે છે. આ તીર્થની પ્રાચીનતા અને મહાભારતના સમયથી આનો સંબંધ વધુ પ્રસિધ્ધ અને રહસ્યમયી બનાવે છે. ભોપાવરમાં 16માં જૈન તીર્થકર શ્રી શાંતિનાતહ જી ની કાઉસંગ્ગ મુદ્રાવાળી 12 ફીટ ઊંચી ઉભી મૂર્તિ છે. શ્રી શાંતિનાથની આ મૂર્તિ લગભગ 87,000 વર્ષ જૂની છે. આ વિશાળકાય મૂર્તિ વગર કોઈ સહારે બે પગ પર ઉભી રહેવી એ સમયની ઉત્કૃષ્ટ મૂર્તિકલાનો બેજોડ નમૂનો છે.

જો આપણે ઈતિહાસના પેજ ઉલટાવીએ તો ઘણા પેજ પર આપણી સામે ભોપાવરની પ્રાચીનતા અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓના સંબંધમા ઘણા એવી રહસ્યો ખુલી જાય છે, જે અમને આશ્ચર્યચક્તિ કરવાની સાથે સાથે આ તીર્થની મહિમા વિશે પણ પુરાવા આપે છે.

W.D
ભોપાવરનો પાદુર્ભાવ

ભોપવરની પ્રાચીનતા અને આ તીર્થ સાથે જોડાયેલા સભ્યો વિશે અહી ઘણા પ્રકારની દંતકથાઓ પ્રચલિત છે. એવુ કહેવાય છે કે ભોપાવરની સ્થાપના રુકમણકુમાર, શ્રી કૃષ્ણની પત્ની રુકમિણીના ભાઈએ કરી હતી. કહેવાય છે કે રુકમણકુમારના પિતા ભીષ્મક એ સમયે અમીઝરા જે ભોપાવરથી 17 કિમી દૂર આવેલુ છે ના શાસક હતા.

રુકમણકુમાર પોતાની બહેનનુ લગ્ન શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા પરંતુ તેમની બહેન મનમાં ને મનમા શ્રીકૃષ્ણને પોતાનો પતિ માની ચુકી હતી. રુકિમણીનો સંદેશ મળ્યા પછી શ્રીકૃષ્ણ ત્યાં પોતાનો રથ લઈને પહોંચ્યા અને તેમણે રુકિમણીનુ હરણ કરી લીધુ. રસ્તામાં તેમને રુકમણકુમારનો સામનો કરવો પડ્યો જેને તેમણે સહેલાઈથી હરાવી દીધો. પોતાની હારથી દુ:ખી રુકમણાકુમાર કુન્દનપુર પાછા ન ફર્યા. તેમણે એ જ જગ્યાએ પોતાના રહેવા માટે એક નગર વસાવ્યુ, જે વર્તમાનમાં ભોપાવરના નામથી પ્રચલિત છે. એવુ કહેવાય છે કે રુકમણાકુમારે શ્રી શાંતિનાથજીની મૂર્તિ આ મંદિરમાં સ્થાપિત કરાવી હતી.

W.D
પ્રાચીનતા સંબંધી પ્રમાણ

કહેવાય છે કે મથુરાની કંકલીદાસની પાસે બીજી શતાબ્દીમાં બનેલ જૈન સ્તૂપ, જેને દેવ સ્તૂપ પણ કહેવાય છે, તેણે એક શિલાલેખમાં કૃષ્ણકાળની મૂર્તિઓનો ઉલ્લેખ છે. જેમા ભોપાવરની આ વિશાળ મૂર્તિનો પણ ઉલ્લેખ છે.

ઈશ્વરની મહિમાનો ચમત્કાર

આ તીર્થ પર ઘણા વર્ષોથી ચમત્કાર થતો રહ્યો છે. જેણે ભક્તોને શ્રી શાંતિનાથજી ની આસ્થા અને શ્રધ્ધાને અધિક દ્રઢ કર્યુ છે. ક્યારેક ભક્તોએ ભગવાનના પગમાં લપેટાયેલો સાંપ જોયો તો ક્યારેક તેના મસ્તકથી સતત અમૃત ઝરતું જોયુ. ક્યારેક શ્રી શાંતિનાથજીના ગર્ભ-ગૃહથી એકાએક જ ઘણા લીટર દૂધથી ભરાય ગયુ તો ક્યારેક અહી ભક્તોએ સફેદ સાંપને વિચરણ કરતો જોયો.

અહીંના સ્થાનીક લોકોએ જણાવ્યુ કે તેમણે કહ્યુ કે આ તીર્થના સંબંધમાં એક વધુ ખાસ વાત એ છે કે પ્રતિવર્ષ અહીના મંદિર પરિસરમાં કોઈને કોઈ સર્પ પોતાની કાંચડીનો ત્યાગ કરીને જાય છે. આ ઘટના ઘણા વર્ષોથી થઈ રહી છે. મંદિરમાં ઘણા સાંપની કાંચડીઓ અત્યાર સુધી સુરક્ષિત રાખવામાં આવી છે.

કેવી રીતે પહોંચશો

રોડ દ્વારા - મધ્યપ્રદેશના ઈન્દોરથી ભોપાવરનુ અંતર લગભગ 107 કિમી છે. અહીથી બસ અને ટેક્સી સરળતાથી મળી રહે છે.
રેલમાર્ગ - નજીકના રેલ્વે સ્ટેશનમાં મેઘનગર લગભગ 77 કિમી દૂર આવેલુ છે.
હવાઈમથક - નજીકનુ એયરપોર્ટ દેવી અહિલ્યા હવાઈમથક, ઈન્દોર લગભગ 107 કિમી. દૂર આવેલુ છે.