રવિવાર, 20 એપ્રિલ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 18 એપ્રિલ 2025 (11:43 IST)

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

april panchak
april panchak
હિન્દુ ધર્મમાં પંચક  (Panchak April 2025) ની અવધિને એક શુભ સમય નથી માનવામાં આવતો. આ દરમિયાન અનેક પ્રકારની સાવધાનિઓ રાખવાની હોય જેથી પંચકથી મળનારા ખરાબ પ્રભાવથી બચી શકાય. સાથે જ આ અવધિમાં અનેક  પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવાની પણ મનાઈ હોય છે. પણ જો તમને પંચક દરમિયાન કોઈ કામ જરૂરી હોય તો કેટલાક ઉપાય કરી શકાય છે. ચાલો જાણીએ આ વિશે..   
 
પંચકનો સમય   (April 2025 Panchak Start Date)
 
પંચાગ મુજબ પંચકની અવધિ બુધવાર, 22 એપ્રિલ રાત્રે 24 વાગીને 30 મિનિટથી શરૂ થઈને શનિવાર 26 એપ્રિલ 2025 રાત્રે 27 વાગીબે 38 મિનિટ સુધી રહેવાની છે.  
 
પંચક દરમિયાન ન કરશો આ કાર્ય   (Panchak dos and don'ts)
પંચકના સમયમાં કોઈપણ શુભ કે માંગલિક જેવા - મુંડન, સગાઈ, લગ્ન, વ્યવસાય શરૂ કરવો, ઘર બનાવવું, વાહન ખરીદવું, સોનું-ચાંદી ખરીદવું વગેરે ન કરવા જોઈએ. આ સાથે જ આ સમયમા પૈસા સાથે જોડાયેલ લેવડ-દેવડ દક્ષિણ દિશાની યાત્રા કરવી, ખાટલો બનાવવો કે પછી મકાન પર છત ભરાવવા જેવા કામ પણ નથી કરવામાં આવતા.  એવુ કહેવામાં આવે છે કે પંચક દરમિયાન આ કામોને કરવાથી વ્યક્તિને તેના ખરાબ ભોગવવા પડી શકે છે.  
 
કરી શકો છો આ ઉપાય 
પંચક દરમિયાન જો તમારે માટે દક્ષિણ દિશામાં યાત્રા કરવી જરૂરી છે તો યાત્રા શરૂ કરતા પહેલા કોઈ હનુમાન મંદિરમાં જાવ અને પૂજા અર્ચના કરી બજરંગબલીને પાંચ પ્રકારના ફળ ચઢાવીને યાત્રા શરૂ કરો. બીજી બાજુ જો પંચક દરમિયાન દાહ સંસ્કાર કરવો હોય તો શબ દાહ કરતી વખતે પાંચ જુદા પુતળા બનાવીને  તેનો પણ અગ્નિદાહ કરવો જોઈએ.  
 
આ સાથે જો તમે પંચક દરમિયાન પલંગ કે ખાટલો બનાવો છો તો પંચકકાળની સમાપ્તિ પછી જ તેનો ઉપયોગ કરો. બીજી બાજુ જો પંચકમાં મકાનની છત ભરાવવાની હોય તો પહેલા મજૂરોને મીઠાઈ ખવડાવો પછી છત ભરાવવાનુ કામ કરાવો.