બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By કલ્યાણી દેશમુખ|

ભાઈની ભેટનું સન્માન કરો

રક્ષાબંધનનો તહેવાર આવે કે દરેક બહેનોને પોતાના ભાઈને ઘરે જવાનું છે વિચારીને જ મનમાં એક અનોખા આનંદની લાગણી થાય છે અને એમા
W.D
પણ ખાસ કરીને તહેવારોના દિવસે મળતાં ઉપહારોને લઈને દરેક બહેનના મનમા અનેક સપનાં સજતા હોય છે. તે પોતાના મનમાં ઉપહારને લઈને અનેક આશાઓ રાખી મુકે છે. પણ જો.. જો...એવું ન થઈ જાય કે તમને ભેટ મળે અને તમે તે ભેટને લેતી વખતે મોઢું વાકું કરો કે તેનુ અપમાન કરો.

W.D
ભેટ પસંદ આવે કે ન આવે તેને પ્રેમ પૂર્વક સ્વીકારવી જોઈએ. તમે ભેટ નથી ગમતી કહીને કે મારી પાસે તો આવી છે જેવા શબ્દો કહીને નહી સ્વીકારો તો તમારા આજના તહેવારની મજા તો બગડશે જ સાથે-સાથે આપનારાનું દિલ પણ તૂટશે. ભેટ સસ્તી છે કે મોંધી જોવાના બદલે આપનારાની ભાવનાને સમજો. ભેંટનું શું છે એ તો અવારનવાર મળતી જ રહે છે. ઘણીવાર એવું થાય છે કે બહેનોનું સાસરિયું પૈસે ટકે સારું હોય, તો તેઓ ભાઈ પાસેથી પણ કોઈ મોંધા ભેટની આશા કરે છે, તેમને પોતાના ભાઈની નાનકડી ભેટને સાસરિયાઓને બતાવવામાં શરમ આવે છે. કદી એ પણ વિચારો કે ભાઈનો પણ પરીવાર છે, તેનું ઘર કેવી રીતે ચાલે છે ? છોકરીઓને તો દરેક તહેવારે કાંઈને કાંઈ તો આપવું જ પડતું હોય છે, જો દરેક તહેવારે તે આ રીતે જ મોટી-મોટી ભેટ આપશે તો પોતાનું ઘર કેવી રીતે ચલાવશે. આ તો એક સામાન્ય ભાઈની વાત છે.

તમારો ભાઈ શ્રીમંત હોય તો પણ કદી તેની કિમંતી ભેટને લઈને સાસરિયામાં અભિમાન ન કરો. કે તે ભેટ આગળ બીજા કોઈના ભેટની તુલના ન
W.D
કરો.

રંજના પોતાના સાસરિયામાં એકની એક વહુ હતી. અને પિયરમાં એકની એક છોકરી. તેથી તેને ધણી ભેટ મળતી, બધાની તે લાડકી હતી આથી બધા તેને ભેટ આપતા, પણ રંજનાને તો ફક્ત મોંધી ભેટ જ ગમતી હતી. ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે તેને ધણી કિમતી ભેટ મળી હતી. રંજનાનો એક પિતરાઈ દિયર હતો જે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને જેનો પગાર પણ કાંઈ ઝાંઝો નહોતો, તેમણે રંજનાને રક્ષાબંધનના દિવસે એક સુંદર અલાર્મ ઘડિયાળ આપી. પોતાની બીજી કિમતી ભેટો સાથે તેની તુલના કરતાં તેણે પોતાની બહેનપણીને કહ્યું - જો કેવી ભેટ આપી છે મારા વ્હાલા દિયરે. એક 20-25 રૂપિયાવાળી ઘડિયાળ ? તેમને આ ભેટ આપતા શરમ પણ ન આવી.

શુ કદી તમને કોઈ ભેટ આપે તો તેનું આ રીતે અપમાન કરવું જોઈએ ? રંજનાનો દિયર નાનો હતો તો પણ તેને પોતાનો પ્રેમ દર્શાવવા ભેટ આપી, અને રંજનાએ તેમની ભાવનાને સમજ્યા વગર જ આ રીતે અનાદર કર્યુ, શુ આ યોગ્ય કહેવાય ?

આ વાત હંમેશા યાદ રાખો કે ભેટ લેતા સમયે તેમાં છુપાયેલી શુભકામનાઓ, આપનારના પ્રેમની સુંગંધ અને આપનારની ભાવનાને જોવી જોઈએ, ન કે તેની કિમંતને. જો તમે પણ ભેટની કિમંતમાં પ્રેમ શોધતા હોય તો તમારી ભાવનાને બદલો, અને ભેટના મહત્વને સમજો.