બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By કલ્યાણી દેશમુખ|

રક્ષાબંધનની રસપ્રદ વાનગીઓ

(1) નવરત્ન પુલાવ -

W.D
સામગ્રી - બે વાડકી ચોખા, 100 ગ્રામ વટાણા, 100 ગ્રામ ગાજર, બે શિમલા મરચા, ત્રણ બટાકા, એક મોટી ફલાવર, બે ડુંગરી, બે કાચા પાકા ટામેટાં, 100 ગ્રામ ગીલોડાં, 2 તમાલ પત્ર, આઠ-દસ લવિંગ, આઠ-દસ મરી, બે ચમચી લાલ મરચુ, એક ચમચી ગરમ મસાલો, હળદર,મીઠુ સ્વાદ પ્રમાણે, ઘી બે મોટા ચમચા. જીરું એક ચમચી, રાઈ એક ચમચી.

વિધિ - બધી સામગ્રીને સાફ કરીને મુકો. બટાકા, ડુંગળી, ગીલોડાં, ફલાવર, ટામેટાં, ગાજર અને શિમલા મરચાને લાંબા ચીરી લો. ગાજર અને વટાણાને ઉકાળી લો. અને બીજા શાકભાજીને ઘીમાં ફ્રાય કરી લો. હવે ચોખાને બાફીને છુટો કરી મુકો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, મરી, લવિંગ, જીરુ અને રાઈ નાખીને સેકી લો, હવે તેમાં બધા મસાલા નાખી દો. મસાલો એક મિનિટ સેક્યા પછી તેમાં બધી શાકભાજીઓ નાખી દો. શાકભાજીને પાંચ-દસમિનિટ સુધી થવા દો પછી તેમાં બાફેલા ચોખા નાખી તેને ઘીમાં ગેસ પર મુકી પાંચ મિનિટ રહેવા દો. પછી ગેસ બંધ કરી દો.


આ પુલાવને એક સર્વિગ પ્લેટમાં કાઢી તેની ઉપર આખા તળેલા મરચા, લીંબુની સ્લાઈસ અને કાજુના ટુકડાં તેમજ ઝીણી સમારેલી કોથમીર વડે સજાવીને પરોસો.

(2) ચોકલેટ બરફી -

W.D
સામગ્રી - 500 ગ્રામ માવો, 50 ગ્રામ ઘી, 100 ગ્રામ ચોકલેટ પટ્ટી, 200 ગ્રામ ખાંડ.

વિધિ - માવાને સારી રીતે મસળી, ચોકલેટનો પણ ચુરો કરી લો. એક જાડા તળિયાવાળી કઢાઈમા માવો અને ખાંડ નાખી સેકો. ગેસ ધીમો મુકો. જ્યારે ખાંડ સારી રીતે માવામાં મિક્સ થઈ જાય અને માવો સેકાઈ જાય કે તેમાં ચોકલેટનો ભૂકો નાખો. થોડો ભૂકો બચાવી મૂકો.

એક થાળીમાં થોડુ ઘી લગાવી તેમાં આ મિશ્રણને થાળી પર ફેલાવી દો. ઉપરથી વધેલો ચોકલેટનો ભૂકો ફેલાવી દો. ઠંડુ થાય કે મનપસંદ આકારમાં કાપી લો.

(3) બાલુશાહી -

સામગ્રી - 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ ઘી, 1 મોટી ચમચી દહીં, 1 ચમચી બેંકિંગ પાવડર, 500 ગ્રામ ખાંડ 10-12 ઈલાયચીનો ભૂકો. તળવા માટે ઘી.

વિધિ - મેંદામાં ઓગાળેલું ઘી અને બેંકિંગ પાવડર નાખી સારી રીતે ભેળવો. હવે દહીં વડે આ લોટને બાંધી લો. અડધો કલાક માટે રાખી મુકો. ખાંડ ડૂબે તેટલું પાણી નાખી દોઢ તારી ચાસણી બનાવી લો. તેમાં ઈલાયચીનો ભૂકો નાખી દો. બાંધેલા લોટને મસળીને નાના-નાના લૂઆ બનાવી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં લૂઆને થોડા દબાવી તળી લો. ગેસ ધીમો રહે એ વાતનું ધ્યાન રાખજો. આને પલટાવ્યા વગર જ બદામી રંગના તળી લો. આ તેની જાતે જ ઉપર આવી જશે. એક તપેલી પર ચાળણી મુકી તેની પર આ બાલુશાહી મુકતા જાવ અને ઉપરથી ચાસણી નાખો. અથવા તો બાલુશાહીને ચાસણીમાં નાખી 5 મિનિટ પછી કાઢીને એક થાળીમાં મુકી સુકાવવા દો.