સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 7 જૂન 2023 (14:54 IST)

Cyclone Biporjoy - ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે, ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈ એક્શન પ્લાન તૈયાર કરાશે

સાંજે વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગ, NDRF, SDRF, રાહત કમિશ્નર અને હેલ્થ વિભાગના અધિકારીઓ હાજર રહેશે
 
ગુજરાતના માથે ફરીવાર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે. તેની સાથે વેધરવોચ ગ્રુપની પણ બેઠક યોજાશે. જેમાં રાજ્યમાં વાવાઝોડાની સામે સુરક્ષાની તૈયારીઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. તે ઉપરાંત રાજ્યની હાલની સ્થિતિ મામલે પણ ચર્ચાઓ કરવામાં આવશે. આ બેઠકમાં ગત પર્યાવરણ દિવસની ઉજવણીના સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવશે. આગામી 12 જૂનથી શરૂ થતાં શાળા પ્રવેશોત્સવ અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થશે. તે ઉપરાંત રાજ્યમાં ગરમી અને વરસાદની સ્થિતિ હોવાથી પીવાનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને પશુઓ માટેના ઘાસચારાને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે. રાજ્યમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિકાસ લક્ષી પ્રોજેક્ટોને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે.