મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (09:19 IST)

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કેટલું પરિણામ આવ્યું

12th result
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા આવ્યું છે. પ્રથમ વખત રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું ઊંચું પરિણામ આપવામાં આવ્યું છે.
 
 
 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23494 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 62.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.વિદ્યાર્થીનીઓનું પરિણામ 68.93 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 58.86 ટકા આવ્યું છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિગ ધોરણે પાસ કરવામાં આવે છે તેવા 29 વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે.
 
 
12 વિજ્ઞાન પ્રવાહમાં 14039 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 12250 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3588 વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટલે 29.29 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.વિદ્યાર્થીનીઓનું પરિણામ 31.03 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 30.21 ટકા આવ્યું છે.10 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે છે, જેના કારણે 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ધોરણ 10 કરતાં સારું આવે છે. વર્ષ 2018માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 40.74 ટકા, વર્ષ 2019માં 56.56 ટકા અને વર્ષ 2020માં 43.37 ટકા પરિણામ આવ્યું હતું.અત્યાર સુધીના પૂરક પરીક્ષાના પરિણામ કરતા આ વર્ષનું પરિણામ વધારે આવ્યું છે.