રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (12:55 IST)

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

Miss India Worldwide 2024: મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ને આ વખતે  ગુજરાત મૂળની વિજેતા મળી છે.  આ વખતે ધ્રુવી પટેલે તાજ જીત્યો છે. ધ્રુવી પટેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો જાણવા માંગે છે કે કોણ છે ધ્રુવી પટેલ?
 
કોણ છે ઘ્રુવી પટેલ ?
મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો ખિતાબ જીતનાર ધ્રુવી પટેલ અમેરિકામાં કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન કોર્સની વિદ્યાર્થીની છે. ધ્રુવી પટેલે પણ આ તાજ જીતવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હા, તે કહે છે કે અહીં સુધી પહોંચવાની તેની સફર સરળ નહોતી. આ ખિતાબ જીતવો ખરેખર ખૂબ જ સન્માનની વાત છે. તેમણે કહ્યું કે આનાથી લોકોને પણ પ્રેરણા મળશે. ધ્રુવીએ બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 
કોણ  કોણ હતુ મિસ ઈંડિયા વર્લ્ડ વાઈડ 2024ની રેસમાં 
મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ની રનર અપ સુરીનામની લિસા અબ્દોએલહક રહી છે. નેધરલેન્ડની માલવિકા શર્મા સેકન્ડ રનર અપ બની હતી. શ્રીમતી કેટેગરીમાં વિજેતા ત્રિનિદાદ અને ટોબેગોની સુઆન મૌટેટ હતી. સ્નેહા નાંબિયાર ફર્સ્ટ રનર અપ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર સેકન્ડ રનર અપ બની. ટીન કેટેગરીની વાત કરીએ તો, ગ્વાડેલોપની સિએરા સુરેટને 'મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ'ના તાજથી સન્માનિત કરવામાં આવી.  નેધરલેન્ડની શ્રેયા સિંહ અને સુરીનામની શ્રદ્ધા તેડજોને પ્રથમ અને દ્વિતીય રનર અપ તરીકે જાહેર કરવામાં આવી છે.
 
મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ શું છે?
મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ કોમ્પિટિશન એ ભારતની બહાર યોજાતી સૌથી લાંબી સ્પર્ધા છે. આ સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે આ સ્પર્ધાએ તેની 31મી વર્ષગાંઠ ઉજવી છે