શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 જુલાઈ 2017 (12:44 IST)

વિશ્વકોશમાંઅમિતાભ મડિયા દ્વારા ફિલ્મ ‘મિર્ચ મસાલા’ની પ્રસ્તુતિ

વિશ્વકોશમાં અવારનવાર અનેક પ્રકારની ફિલ્મો બતાવીને જ્ઞાનની વહેંચણી થતી રહે છે. વિદેશમાં રહેલી સંસ્કૃતિ કે વિદેશી ફિલ્મો કે પછી વિદેશના કલાકારોની વાતો ફિલ્મો દ્વારા બતાવીને વિશ્વકોશ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવે છે. ત્યારે ફરીએક વાર એક એવી ફિલ્મની વાત કરવામાં આવી જે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ચુનિલાલ મડિયાની અભુમકરાણી નામની ટુંકીવાર્તા પરથી 1985માં બનેલી અને 1986માં નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિલિઝ કરવામાં આવેલી અને કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત મિર્ચ મસાલાની.  ગુજરાત વિશ્વકોશમાં પદ્મશ્રી ધીરૂભાઈ ઠાકર જન્મશતાબ્દી વર્ષ ઉજવણી સમારોહના ચોથા દિવસે 91 વર્ષિય લેખક-સાહિત્યકાર ધીરૂબહેન પટેલે કહ્યું હતું કે 'શેરડીનાખેતરમાં તમે ગાયને ફરતી જુઓ તો તમને પોતાને શેરડી ખાધાંનો આનંદ આવે ખરો? તેની માટે તો ખેતરમાં જવું પડે અને શેરડી ખાવ તો ખબર પડે. આવી વાત ફિલ્મ જોવી અને તેની સાથે સમગ્ર પ્રોસેસને સમજવી તે છે. ફિલ્મ નિર્માણમાં સૌથી મહત્વની વાત વિષય વસ્તુની છે. ફિલ્મ મેકરના મનમાં પહેલા આખી વાત ક્લિયર થવી જોઈએ કે હું ફિલ્મ દ્વારા સમાજને શું આપવાનો છું. ધીરૂબહેનેકહ્યું કે, 'એક સારી વાર્તા સમાજમાં સારો મેસેજ પ્રસરાવવા માટે પૂરતી છે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં ફિલ્મ 'મિર્ચ મસાલા' પર સાહિત્યકારો દ્વારા સમીક્ષા પણ કરાઈ હતી. જેમાં વાર્તાકાર ચુનિલાલ મડિયા અને કેતન મહેતાની ફિલ્મ 'મિર્ચ મસાલા'ની પ્રસ્તુતિ અગાઉ ધીરૂબહેન સાથે કિરીટ દૂધાત અને ફિલ્મ સમીક્ષક અમિતાભ મડિયા પણ જોડાયા હતા. વાર્તાકાર કિરીટ દૂધાતે કહ્યું કે, 'ચુનિલાલ મડિયાની વાર્તા પરથી બનેલી ફિલ્મ 'મિર્ચ મસાલા'માં કેતન મહેતાએ નારીવાદ અને તેના હક્કોની વાત કરી છે. એક વાર્તાકાર તરીકે ચુનિલાલ મડિયા વિશે કહેવું હોય તો તેઓ સમૃદ્ધ વાર્તા સર્જક હતા. સમૃદ્ધ એટલે તેમના ખિસ્સામાં 100-100ની નોટોને બદલે વાર્તાઓનો ખજાનો રહેતો હતો. આપણે ગુજરાતીઓ પાસે પૈસા હોય કે હોય પણ સ્વભાવે અને સર્જનની રીતે સમૃદ્ધ કહેવાઈએ છીએ.