શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 જાન્યુઆરી 2025 (01:09 IST)

ભુજમાં બોરવેલમાં પડી ગયેલ 18 વર્ષની યુવતીનું મોત: 500 ફૂટની ઊંડાઈએ ફસાઈ હતી, પરિવાર રાજસ્થાનથી મજૂરી કામ કરવા આવ્યો હતો ગુજરાત

Lady Death
ગુજરાતના કચ્છ જિલ્લામાં ઊંડા બોરવેલમાં પડેલી 18 વર્ષની છોકરીને મંગળવારે બહાર કાઢવામાં આવી હતી. જોકે તેનો જીવ બચાવી શકાયો ન હતો. બહુવિધ એજન્સીઓ દ્વારા 33 કલાકથી વધુના પ્રયત્નો પછી, તેને બહાર કાઢવામાં આવ્યો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ ઘટના સોમવારે સવારે 6.30 વાગ્યાની આસપાસ જિલ્લાના ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં બની હતી. તેમણે કહ્યું કે બાળકી 540 ફૂટ ઊંડા બોરવેલમાં 490 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગઈ હતી.
 
જે યુવતીનું તંત્રએ રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ યુવતીને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી યુવતીનું મોત થયું છે. તંત્ર માટે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચેલેન્જિંગ રહ્યું હતું.
 
આ યુવતીને 32 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી છે. હાલ પોલીસ પ્રશાસન દ્વારા યુવતીના પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
 
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.