શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 માર્ચ 2017 (11:40 IST)

બમ્પ પરથી બસ પસાર થતી બસમાં જવાનની ગનમાંથી ફાયરિંગ, એક જવાન ઈજાગ્રસ્ત

સુરતમાં વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સામે સીઆઈએસએફના જવાનોની બસ પસાર થતી હતી. દરમિયાન બમ્પ આવતા એક જવાનના હાથમાંથી ગન છટકીને બસમાં પડી ગઈ હતી. અને એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેથી ગોળી અન્ય જવાનના પગના ઘૂંટણમાં ઘૂસી ગઈ હતી. ઈજાગ્રસ્ત જવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

જ્યારે ફાયરિંગ થનાર ગનના જવાનને સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉકાઈમાં યુટીટીએસ કેમ્પસમાં રહેતા સીઆઈએસએફના જવાન ઓમપ્રકાશ લાલરામજી જંગાવત રેલવે સ્ટેશનથી સીઆઈએસએફની બસમાં ઓએનજીસી જવા નીકળ્યા હતા. અને વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સામેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બમ્પ આવતા ઓમપ્રકાશના હાથમાંથી 32 મેગેઝિનવાળી કાર્બાઈન મશીન ગન છટકીને બસમાં પડી ગઈ હતી. અને એક રાઉન્ડ ફાયર થયું હતું. જેથી ગોળી અન્ય જવાન મુન્ના ભગવાન બહેરાના પગના ઘૂંટણમાં ઘૂસી ગઈ હતી.