શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (09:51 IST)

આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે. 
 
બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ષ 2022 અને 2021 માટે PMRBP એવોર્ડ મેળવનારાઓને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ ટેક્નોલોજીનો પ્રથમ વખત પુરસ્કાર મેળવનારને પ્રમાણપત્ર આપવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
 
ભારત સરકાર બાળકોને ઈનોવેશન, સોશિયલ સર્વિસ, સ્કોલેસ્ટિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર અને બહાદુરી એમ છ કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ PMRBP એવોર્ડ એનાયત કરે છે. આ વર્ષે, બાલ શક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરમાંથી 29 બાળકોને PMRBP-2022 માટે પસંદ કરવામાં આવ્યા છે. 
 
એવોર્ડ મેળવનારાઓ દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લે છે. PMRBP ના દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, એક લાખ રુપિયા રોકડ પુરસ્કાર અને  પ્રમાણપત્ર આપવામાં આવે છે. રોકડ પુરસ્કાર PMRBP 2022 વિજેતાઓના સંબંધિત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.