શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 માર્ચ 2021 (09:29 IST)

કમાંડર્સ કોન્ફ્રેંસ: મોદી પહોંચ્યા અમદાવાદ, કેવડિયામાં સૈન્ય અધિકારીઓને કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે ગુજરાતના કેવડિયામાં સૈન્ય કમાંડરોની કોન્ફ્રેંસને સંબોધિત કરશે. સંયુક્ત કમાંડર કોન્ફ્રેંસમાં પહેલીવાર જવાનો અને જૂનિયર કમીશંડ અધિકારીઓની ભાગીદારી પણ થશે. 
 
કોરોના વાયરસ મહામારીના કારણે ગત વર્ષે વાર્ષિક સંયુકત કમાંડર કોન્ફ્રેંસને રદ કરવામાં આવી હતી. 2014માં પહેલીવાર સીસીસીની બેઠક થઇ હતી. ત્યારે જ ત્રણેય સેનાઓએ સંમેલનને દિલ્હીથી બહાર કરાવવાની ભલામણ કરી હતી. આ બેઠક એવા સમયે થઇ રહી છે, જ્યારે ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં લગભગ 9 મહિનાના ટકરાવ બાદ સ્થિતિ સામાન્ય કરવાના પ્રયત્નમાં લાગી છે. પૈંગોગ સરોવર ક્ષેત્રમાં એક હિંસક અથડામણ બાદ ગત વર્ષે 5 મેના રોજ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી ગયો હતો. 
 
ત્રણ દિવસીય સૈન્ય કમાંડરોની કોન્ફ્રેંસની શરૂઆત ગુરૂવાર થઇ હતી. એનએસએ અજીત ડોભાલ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ એમએમ નરવણે, એર ચીફ માર્શલ આરકે એસ ભદોરિયા, નૌસેના એડમિરલ કરમબીર સિંહ અને રક્ષા મંત્રાલ્ય અને સેનાના વરિષ્ઠ અધિકારી કોન્ફ્રેંસમાં હાજર રહેશે. પીએમ આ દરમિયાન ચીન અને પાકિસ્તાનની સીમાઓ પર સેનાની તૈયારીની મુલાકાત લેશે અને સેનાના ત્રણેય અંગોની એકીકૃત કમાન બનાવવાના મામલે પ્રગતિની સમીક્ષા કરશે. 
રક્ષામંત્રી રાજનાથ ગુજરાતમાં, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લીધી મુલાકાત
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં કેવડિયા ખાતે હાલ ચાલુ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021માં વિવેચના સત્રો માટે સૈન્ય દળોના કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે જોડાયા હતા. તેમણે કેવડિયા પહોંચી તરત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
 
સંરક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન સંબોધન કરતા દેશની સુરક્ષા અને એના રક્ષણને અસર કરતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમણે સૈન્ય સ્તરના જોખમનાં સંપૂર્ણ સ્વરૂપ, આ જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધનાં સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિશે વિગતવાર વાત કરી હતી. માનનીય સંરક્ષણ મંત્રીએ પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી અને એને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ વિભાગ, સંરક્ષણ ઉત્પાદન, સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિચારો પણ વહેંચ્યા હતા.
 
સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે વિવેચના સત્રો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થઈ હતી, જેમાંથી કેટલીક ચર્ચા બંધબારણે થઈ હતી. આ ચર્ચાઓમાં સશસ્ત્ર દળોના હાલ ચાલુ આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો. તેમાં ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરવું અને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સશસ્ત્ર દળોમાં નૈતિક અને પ્રેરણાત્મક અને નવીનતાના જુસ્સાને પ્રોત્સાહન જેવા મુદ્દા પર ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી, જેમાં ત્રણેય પાંખોના સૈનિકો અને યુવાન અધિકારીઓ પાસેથી ઉપયોગી પ્રતિભાવો અને સૂચનો મળ્યાં હતાં.