સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. પ્રજાસત્તાક દિન
Written By પારૂલ ચૌધરી|

મહાન ક્રાંતિકારી અરવિંદ ઘોષ

W.D

ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે. કહેવાય છે કે અરવિંદનો જ્ન્મ ભારતની આઝાદીની પૂર્વ સુચના હતી.

અરવિંદના પિતા ડો. કૃષ્ણધન ઘોષ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. અરવિંદ ઘોષ ત્રીજા પુત્ર હતાં. અરવિંદની માતા સ્વર્ણલતા બ્રહ્મસમાજી દેશની સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલા હતા તેથી તેમનામાં પૂર્ણ ભારતીય સંસ્કારો હતાં. પરંતુ અરવિંદના પિતા નહોતા ઈચ્છતાં કે તેની પર કોઈ ભારતીય પ્રભાવ પડે તેથી તેમને પોતાના બે ભાઈઓની સાથે દાર્જીલીંગ અંગ્રેજી સ્કુલમાં દાખલ કરાવી દિધા. તેમને ત્યાં અંગ્રેજીની સાથે સાથે લેટીન ભાષા પણ શીખી હતી પરંતુ ડો. ઘોષ તેનાથી પણ સંતુષ્ટ નહોતા થયાં. તેઓ પોતાના બાળકોને ખુબ જ સારી શિક્ષા આપવા માંગતા હતાં તેથી તેમણે પોતાના પુત્રોને લંડનની સ્કુલમાં મોકલી દીધા.

અરવિંદ નાનપણથી જ ખુબ હોશિયાર હતાં. તેઓ સ્કુલના પુસ્તકોની સાથે સાથે બહારના પુસ્તકો પણ વાંચતાં હતાં. તેઓને નાનપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો. તેમનો આ શોખ ધ લાસ્ટ પોયમ્સ પર આવીને પૂર્ણ થયો હતો. અરવિંદની બધી જ કવિતાઓ સાવિત્રી નામના ગંદયકાવ્યની અંદર રાખવામાં આવી છે.

લંડન જેવા શહેરમાં વિદ્યાર્થીઓની વચ્ચે અરવિંદ અગ્રણી હતાં. તેઓ મુનિઓ જેવું જીવન જીવતાં હતાં. તેઓએ ત્યાં રહીને ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. આ સિવાય તેમને સમકાલીન સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, દર્શન, સમાજ વગેરેનો ઉંડો અભ્યાસ કર્યો હતો.

અરવિંદ નહોતા ઈચ્છતાં કે તેઓ આઈ.સી.એમ. બને અને તેમના પિતાની ઈચ્છા તેમને આઈ.સી.એમ બનાવવાની હતી. પરંતુ તેઓ અલગ જ દિશામાં ગતિશીલ થઈ રહ્યાં હતાં. તેમના પિતાજી પણ તે સમયે અંગ્રેજીયતથી ઉબાઈ ગયાં હતાં. અરવિંદના હદયમાં પિતાની પ્રેરણાથી પ્રજ્વલિત રાષ્ટ્રીય સન્માનની ભાવના જાગ્રત થઈ અને તેઓ વિદેશમાં રહીને પણ આઝાદીના લડવૈયાઓની સાથે મળીને ભારતના સ્વતંત્ર આંદોલનના વિષયમાં જાણકારી લેતાં રહ્યાં.

રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત થઈને તે 21 વર્ષે ભારત ફર્યા. ત્યાર બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યાં. તેઓ દેશવાસીઓનાં હદયમાં દેશપ્રેમની જ્વાળા સળગાવતાં રહ્યાં તેથી તેઓ અંગ્રેજોની આંખમાં ખટકવા લાગ્યા. અરવિંદ ક્રાંતિકારીઓની અંદર બધાના સૌથી પ્રિય નેતા હતાં.