શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By

વેલેન્ટાઈન ડે વિશેષ - કેવો બોયફ્રેંડ ગમે છે છોકરીઓને...

પુરૂષોની સૌથી મોટી ભૂલ હોય છે કે તેઓ પહેલી જ મુલાકાતમાં વિચારવા માંડે છે કે છોકરીઓ તેમની મિત્ર નહી ગર્લફ્રેંડ બને. આ વાત તેમને નિરાશ કરે છે કે તેમને જેટલી પણ છોકરીઓ મળે છે તે તેમને મિત્ર જ કેમ બનાવવા માંગે છે. આવા છોકરાઓએ પોતાના વિચારો બદલવા જોઈએ, જેથી કરીને દરેક છોકરી તેમની જ ઈચ્છા રાખે. આવો કેટલીક એવી વાતો પર તમારું ધ્યાન દોરાવીએ, જેનાથી તમે તમારી ગર્લફ્રેંડના દિલમાં વસી શકો.

વધુ લાગણીશીલ ન બનો - મોટાભાગે એવુ જોવા મળે છે કે પુરૂષ પ્રેમમાં વધુ લાગણીશીલ થઈ જાય છે. આવુ ન કરો. એવુ ન બને કે તમારી લાગણીશીલતા તમારા દિલની વાત કહી જ ન શકે. કોઈ બીજુ જ તેના જીવનમાં આવી જાય. તેથી જે કાંઈ તમારા મનમાં હોય તેને સ્પષ્ટ રીતે કહી દો. તમે શુ ઈચ્છો છો, તમે તમારા ભાવિ જીવનસાથે પાસેથી શુ અપેક્ષાઓ રાખો છો આ બધી વાતો દિલ ખોલીને કરો. બની શકે કે તે ખૂબ ખુશ થશે કે પછી થોડોક નારાજ.

તમારો નિર્ણય પણ જણાવો - છોકરીઓને હંમેશા એવા છોકરાઓ ગમે છે જે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે અને તેની પર જ અડગ રહે. જો તમને પૂછવામાં આવે કે આજે આપણે ક્યાં જવુ જોઈએ, તો કોઈ એવો જવાબ ન આપો કે તમને નથી ખબર. તમારો આ વ્યવહાર એવું બતાવે છે કે તમારામાં નિર્ણય લેવાની ક્ષમતા નથી અને છોકરીઓ આવા છોકરાઓને પસંદ નથી કરતી.

દુ:ખી ન રહો - એવું ક્યારેય પણ શક્ય નથી કે માણસ હંમેશા ખુશ રહે, પણ હંમેશા ચિંતામાં પણ ન રહો. કોઈ પણ છોકરી એવુ નથી ઈચ્છતી કે તેનો ભાવિ સાથી હંમેશા ટેંશનમાં રહે અને તેનો ચહેરો હંમેશા થાકેલો લાગે. તે હંમેશા એવુ ઈચ્છે છે કે તેનો બોયફ્રેંડ પોતાના લક્ષ પ્રત્યે સજાગ રહે અને આત્મવિશ્વાસી રહે.

ઉતાવળ ન કરો - જો તમને કોઈ છોકરી ગમતી હોય તો અને તમે તેને ફક્ત મિત્ર જ નહી ગર્લફ્રેંડ પણ બનાવવા માંગતાં હોય તો ઉતાવળ ન કરો. જો એ તમને કહે છે કે તમે તેના સૌથી સારા મિત્ર છો તો તેની મિત્રતામાં બાધા ન નાખતા. પહેલા મિત્રતાની જ પહેલ કરો. આ સંબંધમાં તમે તમારી જાતને રીલેક્શ અનુભવી શકશો.