રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : રવિવાર, 24 ડિસેમ્બર 2023 (08:42 IST)

Pradosh Vrat- પ્રદોષના નિયમ, વિધિ વ્રતનો ફળ અને 7 વારના પ્રદોષનો મહત્વ

દરેક મહીનામાં જે રીતે બે એકાદશી હોય છે તેમજ બે પ્રદોષ પણ હોય છે. ત્રયોદશી પણ તેમજ બે હોય છે. ત્રયોદશીને પ્રદોષ કહે છે. હિન્દુ ધર્મમાં એકાદશીને વિષ્ણુથી રો પ્રદોષને શિવથી જોડાયો છે. હકીકતમાં આ બન્ને જ વ્રતોથી ચંદ્રનો દોષ દૂર હોય છે. 
 
પ્રદોષ કથા 
પ્રદોષને પ્રદોષ કહેવાના પાછળ એક કથા સંકળાયેલી છે. સંક્ષેપમાં આ છે કે ચંડ્ર ક્ષય રોગ હતો. જેના કારણે તેણે મૃત્યુતુલ્ય કષ્ટ થઈ રહ્યા હતા. ભગવાન શિવને તે દોષનો નિવારણ કરી તેણે ત્રયોદશીના દિવસે ફરી જીવન આપ્યો હત્તો તેથી આ દિવસને પ્રદોષ કહેવાયા. 
 
પ્રદોષમાં શુ ખાવુ શું નહી 
પ્રદોષ કાળમાં વ્રતમાં માત્ર લીલા મગનો સેવન કરવો જોઈએ. કારણ કે લીલા મગ પૃથ્વે તત્વ છે અને મંદાગનિને શાંત રાખે છે. પ્રદોષ વ્રતમાં લાલ મરચા, અન્ન, ચોખા અને મીઠુ નહી ખાવુ જોઈએ. પણ તમે ફળાકાર કરી શકો છો. 
 
પ્રદોષ વ્રતની વિધિ 
વ્રતના દિવસે સૂર્યોદતથી પહેલા ઉઠવું. નિત્યકર્મથી પરવારીને સફેદ રંગના કપડા પહેરવું. પૂજા ઘરને સાફ અને શુદ્ધ કરવું/ ગાયના ગોબરથી લીપી મંડપ તૈયાર કરવું. આ મંડપની નીચે 5 જુદા-જુદા રંગનો પ્રયોગ કરીને રંગોળી બનાવવી. પછી ઉત્તર પૂર્વ દિસાની તરફ મોઢુ કરીને બેસી અને શિવની પૂજા કરવી. આખો દિવસ કોઈ પણ પ્રકારનો અન્ન ગ્રહણ ન કરવું. 
 
પ્રદોષ વ્રત ફળ 
મહીનામાં બે પ્રદોષ હોય છે. જુદા-જુદા દિવસ પડતા પ્રદોષની મહિલા જુદી-જુદી હોય છે જેમ સોમવારેનો પ્રદોષ, મંગળવારને આવતો પ્રદોષ અને બીજા વારને આવતા પ્રદોષ બધાનો મહત્વ અને લાભ જુદા-જુદા છે. 
 
રવિવાર 
જે પ્રદોષ રવિવારે પડે છે તેને ભાનુપ્રદોષ કે રવિ પ્રદોષ કહે છે. રવિ પ્રદોષનો સંબંધ સીધો સૂર્યથી હોય છે. સૂર્ય સંબંધિત હોવાના કારણે નામ, યશ અને સમ્માનની સાથે સુખ, શાંતિ અને લાબી ઉમ્ર આપે છે. તેનાથી કુડળીમાં અપયશ યોગ અને સૂર્ય સંબંધી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
સોમવાર 
જે પ્રદોષ સોમવારે પડે છે તેને સોમ પ્રદોષ કહે છે. જેનો ચંદ્ર ખરાબ અસર નાખી રહ્યુ છે તો તેમને આપ્રદોષ જરૂર નિયમપૂર્વક રાખવુ જોઈએ. જેનાથી જીવનમાં શાંતિ બની રહેશે. આ વ્રત રાખવાથી ઈચ્છા મુજબ ફળની પ્રાપ્તિ હોય છે. 
 
મંગળવાર 
મંગળવારે આવતા પ્રદોષને ભીમ પ્રદોષ કહે છે જેનો મંગળ ખરાબ છે તેને આ દિવસે વ્રત જરૂર રાખવુ જોઈએ. આ દિવસે સ્વાસ્થય સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ દિવસે પ્રદોષ વ્રત વિધિપૂર્વક કરવાથી કર્જથી છુટકારો મળી જાય છે. 
 
બુધવાર 
બુધવારે આવતા પ્રદોષને સૌમ્યવારા પ્રદોષ પણ કહે છે. આ શિક્ષા અને જ્ઞાનની પ્રાપ્તિ માટે કરાય છે સાથે જ આ જે પણ મનોકામના લઈને કરાય છે તે પૂર્ણ કરે છે. 
 
ગુરૂવારે 
ગુરૂવારને આવતા પ્રદોષને ગુરૂવારા પ્રદોષ કહે છે. તેનાથી બૃહસ્પતિ ગ્રહ શુભ પ્રભાવ તો આપે છે સાથે જ તે કરવાથી પિતરોનો આશીર્વાદ પણ મળે છે. હમેશા આ પ્રદોષ દુશ્મન અને ખતરોના વિનાશ અને દરેક પ્રકારની સફળતા માટે કરાય છે. 
 
શુક્રવાર
શુક્રવારે આવતા પ્રદોષને ભુગુવારા પ્રદોષ કહે છે. એટલે કે જે શુક્રવારે ત્રયોદશી તિથિ હોય તે ભુગ્રુવારા પ્રદોષ કહેવાય છે. જીવનમાં સૌભાગ્યની વૃદ્દિ માટે આ પ્રદોષ કરાય છે. સૌભાગ્ય છે તો ધન અને સંપદા પોતે જ મળી જાય છે. 
 
શનિવાર 
શનિવારે જે તેરસ છે તો તેને શનિ પ્રદોષ કહેવાય છે. આ પ્રદોષથી પુત્રની પ્રાપ્તિ હોય છે. હમેશા લોકો તેને દરેક પ્રકારની મનોકામના માટે અને નોકરીમાં પદોન્નતિની પ્રાપ્તિ માટે કરે છે. 
 
આખરેમાં કઈક ખાસ 
રવિ પ્રદોષ, સોમ પ્રદોષ અને શનિ પ્રદોષના વ્રતને પૂર્ણ કરવાથી તરત કાર્યસિદ્ધિ થઈને અભીષ્ટ ફળની પ્રાપ્તિ હોય છે. સર્વકાર્ય સિદ્ધિ માટે જો કોઈ વ્યક્તિ 11 કે એક વર્ષના બધા ત્રયોદશીના વ્રત કરે છે તો તેમની બધી મનોકામના તરતજ પૂર્ણ હોય છે.