અહીં હાજર તથ્યો મુજબ સન 1631માં અહીં પોતાની પુત્રીને જન્મ આપ્યા પછી થોડા જ દિવસોમાં મુમતાઝ બેગમ મૃત્યુ પામી હતી. કહેવાય છે કે આ જ કારણ છે કે તેમની આત્મા આજે પણ આ મહેલમાં જ વસેલી છે. શુ બુરહાનપુરના આ ખંડેરોમાં સાચે જ મુમતાઝની આત્મા ભટકી રહી છે કે આ ફક્ત અસામાજિક તત્વો દ્વારા લોકોને આ સ્થળેથી દૂર રાખવાની એક ચાલ છે, જેના કારણે તેઓ પોતાના ગેરકાનૂની કાર્યો ચૂપચાપ કરી શકે. તમે આ વિશે શુ વિચારો છો. જો તમે પણ આવા કોઈ સ્થળ વિશે જાણતા હોય તો અમને જરૂર બતાવો.