Totke- ઘરમાં સમૃદ્ધિ મેળવવા માટે અપનાવો આ ટોટકા
- દર શનિવારે કોઈપણ કાળા કૂતરાને રોટલી ચોપડીને ખવડાવો કે મગની દાળના વડા ખવડાવો
- લાલ રંગની રિબનથી 3 તાંબાના સિક્કા બાંધીને તમારા મુખ્ય દરવાજાના હૈડલ સાથે બાંધો. ધનની વૃદ્ધિ થશે.
- ઘરની આર્થિક સ્થિતિ ઠીક કરવા માટે ઘરમાં સોનાના ચોરસ સિક્કા કે ટુકડા મુકો
- દર રવિવારે તુલસી કે કેળાને હળદર મિશ્રિત દૂધ ચઢાવો. સાથે ઘી નો દીવો પણ પ્રગટાવો. મોર પંખ કે ઝાડુ ઘરમાં ટાંગો.
- શુક્લ પક્ષ સોમવારના દિવસે એક મુઠ્ઠી આખા ચોખા વહેતા પાણીમાં શ્રીમહાલક્ષ્મી જી નુ ધ્યાન કરીને વિસર્જીત કરો.
- સરસવનુ તેલ એક દીવામાં નાખી તેમા 3 લવિંગ પણ નાખો. આ દીવો હનુમાનજીના મંદિરમાં પ્રગટાવો. બધા પ્રકારના સંકટો દૂર થશે.
- દરે શનિવારે પીપળની જડમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. એક ગુડનો ટુકડો મુકો. ધન વૃદ્ધિ માટે મા લક્ષ્મીને પ્રાર્થના કરો.