રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Money Totke - પૈસાની તંગી દૂર કરવા અપનાવો આ અચૂક ઉપાયો

દરેકની ઈચ્છા હોય છે કે તેમના પર લક્ષ્મીની કાયમ કૃપા રહે. તેમની પાસે જે લક્ષ્મી આવે તે તેમને છોડીને ક્યારેન ન જાય અને ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે તો કેટલાક અચૂક ઉપાયો અપનાવીને તમારી આ ઈચ્છા પૂરી કરી શકો છો.

ઉપાય :

- દરેક પૂનમના દિવસે સવારે શુદ્ધ થઈને પીપળના વૃક્ષને જળ ચઢાવો

- પ્રત્યે ગુરૂવારે તુલસીના છોડમાં થોડું દૂધ નાખેલુ પાણી ચઢાવો

- જો તમને વડના ઝાડ નીચે કોઈ નાનકડો છોડ ઉગેલો દેખાય તો તેને ઉખાડીને તમારા ઘરમાં લગાવો.

- ઉમરડાની(ગૂલર)ની જડને કપડામાં બાંધીને તેને તાવીજમાં નાખીને હાથ બાજુ પર બાંધી દો.

- પીપળના વૃક્ષની છાયામાં ઉભા રહીને લોખંડના પાત્રમાં પાણી લઈને તેમા દૂધ ભેળવી તેને પીપળની જડમાં નાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે અને ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે.