શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 26 જૂન 2017 (00:17 IST)

સોમવારના અચૂક Totka - માલામાલ થવા માટે રાશિ મુજબ આટલા ઉપાયો અપનાવો(see video)

ધર્મ ગ્રંથોના મુજબ સોમવારના સ્વામી ભગવાન શિવ છે. આ દિવસે તેમની પૂજા વિધિ-વિધાનથી કરવા પર વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને ભક્તની દરેક મનોકામના જલ્દી પૂર્ણ થઈ જાય છે. ભગવાન શિવની કૃપાથી રંક પણ રાજા બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી દરેક ઈચ્છા પૂરી થાય અને તમે પણ ધનવાન બનો તો સોમવારના દિવસે તમારી રાશિ મુજબ આ ઉપાયો કરો 
 
મેષ - આ રાશિના લોકો રોજ પાણીમાં ગોળ ભેળવીને શિવનો અભિષેક કરો અથવા પાણીમાં કંકુ મિક્સ કરીને પણ શિવનો અભિષેક કરી શકો છો. શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરો. આવુ કરવાથી તમારુ નસીબ જલ્દી ચમકી જશે. 
 
વૃષ - આ રાશિના લોકો માટે દહીથી ભગવાન શિવનો અભિષેક શુભ ફળ આપે છે. તેનાથી ધન સંબંધી સમસ્યાનુ નિદાન થાય છે. સાથે જ ભગવાન શિવની સ્તુતિ કરો અને બિલ્વપત્ર પણ ચઢાવો તો વધુ જલ્દી ફળ પ્રાપ્ત થશે.  
 
મિથુન - આ રાશિના લોકો શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક દરેક સોમવારે કરશો તો જલ્દી જ દરેક મનોકામના પુરી થઈ જશે. ભગવાન શિવને ધતૂરો પણ ચઢાવો. તમને માલામાલ થવાથી કોઈ રોકી નથી શકતુ 
 
કર્ક - આ રાશિના શિવભક્ત પોતાની રાશિ મુજબ ખાંડ ભેળવેલુ દૂધ ભગવાન શિવને ચઢાવો. સાથે જ આંકડાન ફૂલ પણ અર્પિત કરો. આ ઉપાયથી કેટલાક જ દિવસોમાં તમારુ ભાગ્ય ચમકી જશે. 
 
સિંહ - સિંહ રાશિના વ્યક્તિ લાલ ચંદનના જળથી શિવજીનો અભિષેક કરો અને શિવ અમૃતવાણી સાંભળો. તેનાથી તેમની દરેક 
મનોકામના પુરી થશે અને ટૂંકમાં જ તેમની પાસે તે બધુ જ હશે જે તે ઈચ્છશે. 
 
કન્યા - આ રાશિના વ્યક્તિઓને વિજયા(ભાંગ) મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આનાથી જો તમને કોઈ રોગ હશે તો તે સમાપ્ત થઈ જશે અને અપેક્ષિત ધન લાભ પણ જરૂર થશે. 
 
તુલા - આ રાશિના લોકો ભગવાન શિવનુ ગાયના ઘી અને અત્તર કે સુગંધિત તેલથી અભિષેક કરો. સાથે જ કેસર મિશ્રિત પ્રસાદનો ભોગ પણ લગાવો. તેનાથી તેમના જીવનમાં સુખ-સમુદ્ધિ આવશે. 
 
વૃશ્ચિક - મઘ મિશ્રિત જળથી ભગવાન શિવજીનો અભિષેક વૃશ્ચિક રાશિના જાતકો માટે જલ્દી ફળ આપનારુ માનવામાં આવે છે.  મધ ના હોય તો ખાંડનો ઉપયોગ કરી શકે છે. 
 
ધનુ - આ રાશિના જાતકોને દૂધમાં કેસર ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.  સાથે જ શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરવો તેમને માટે લાભદાયી રહેશે.  તેનાથી તેમને ધન લાભ જરૂર થશે. 
 
મકર - તમે તમારી રાશિ મુજબ તલના તેલથી શિવજીનો અભિષેક કરશો તો તમારા દરેક કામમાં સફળતા મળશે. ભગવાન શિવને બિલ્વ પત્ર પણ ચઢાવો. ટૂંક સમયમાં જ તમારી દરેક મનોકામના પુરી થઈ જશે.  
 
કુંભ - આ રાશિના વ્યક્તિઓના દરેક સોમવારે નારિયળના પાણી કે સરસિયાના તેલથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. તેનાથી તમને ધન લાભ થશે અને દરેક મનોકામના પુર્ણ થશે.  
 
મીન - આ રાશિના જાતક પાણીમાં કેસર મિક્સ ભગવાન શિવજીનો અભિષેક કરો. આ ઉપાયથી તેમને એ બધુ મળશે જેની તેઓ ઈચ્છા રાખે છે.