સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : રવિવાર, 25 જુલાઈ 2021 (15:17 IST)

ભારતની દીકરી Priya Malik એ રચ્યો ઈતિહાસ આ મોટા ટૂર્નામેંટમાં જીત્યો Gold

ભારતીય રેસલર પ્રિયા મલિક (Priya Malik) એ ઈંટરનેશનલ લેવલ ભારતનો નામ રોશન કર્યુ. તેણે હંગરી (Hungry) માં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેંપિયનશિપ (World Wrestling Championship) માં ગોલ્ડ મેડલ  પર કબ્જો કર્યો. 
 
મીરાબાઈ પછી પ્રિયાએ જોવાયુ જોર 
એક દિવસ પહેલા ભારતની એક દીકરી મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) ના વેટલિફ્ટિંગ (Weightlifting) ઈવેંટમાં સિલ્વર મેડલ જીત્યો અને દરેક હિંદુસ્થાનીઓનો માથુ ગર્વથી ઉંચો કરી નાખ્યુ. હવે પ્રિયા મલિક (Priya Malik) રેસલિંગ (Wrestling) માં તેમનો જોર જોવાયું. 

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં ભારતે મોટી સફળતા મેળવી છે. હંગેરીમાં યોજાનારી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા રેસલર પ્રિયા મલિકે મહિલા 75 કિલો વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિયાએ બેલારુસની રેસલરને 5-0થી હરાવીને વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.