રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. વેલેંટાઈન ડે
Written By પારૂલ ચૌધરી|

પ્રેમને લાગણીથી વશ કરો

પ્રેમી પર પગદંડો જમાવશો તો હાથના કર્યા હૈયે વાગશે

N.D

પ્રેમીને બળજબરીથી નહીં પ્રેમથી લાગણીથી અથવા નરમાશથી વશમાં કરી શકાય છે. પ્રેમી પર અધિકાર જમાવવાની પાછળ ક્યારેક તેને હંમેશા માટે ગુમાવી દેવાનો ભય છુપાયેલો છે. પ્રેમી અન્યની સાથે વાતચીત કરે, હળેમળે અથવા ફરવા જાય તો આપણુ લોહિ ઉછાળા મારવા લાગે છે. પ્રેમીને ગુમાવી દેવાનો ડર અને અન્ય સાથે તેની મીત્રતાથી મનમાં ઉભરી આવતી શંકાઓ ક્યારેક સુખી પ્રેમજીવનને ભંગાણના આરે લાવી દે છે. પ્રેમી હક અથવા અધિકાર જમાવવા પાછળના પ્રત્યાઘાતો પણ ચકાસી લેવા જરૂરી છે.

એક ગીત છે કે ' તુમ્હે કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ' અને આ વાત પણ સાચી જ છે. પ્રેમમાં લગભગ બધા લોકોની આવી જ પરિસ્થીતી થાય છે કે મારો પ્રેમી ફક્ત મારો જ છે. તેથી તે કોઈ બીજાની સાથે હસીને કે મજાક કરીને વાત કરે છે તો તે આપણને ગમતું નથી. હા તમને જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે તમે તે વ્યક્તિ પર હક જમાવવા લાગો છો. પરંતુ આ અધિકાર જ્યાર સુધી એક સીમાની અંદર રહે ત્યાર સુધી જ કોઈ પણ સંબંધ સારો રહે છે. નહિતર જો તમારો પ્રેમ કોઈની સ્વતંત્રતા પર રોક લગાવવાનો ચાલુ કરી દે તો સમજી લો કે તમે સામીવાળી વ્યક્તિનું ગળુ દબાવી રહ્યાં છો.
N.D

પ્રેમનો અર્થ એ નથી કે જે વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય તે દુનિયાના બીજા લોકો જોડે સંબંધ કાપી નાખે. જો તમારે તમારા સંબંધોને વધારે સારા બનાવવા હોય તો પહેલાં એકબીજા પર વિશ્વાસ કરતાં શીખો અને તેની પાસેથી એવી અપેક્ષા ન રાખશો કે તે ફક્ત તમારી સાથે જ બોલે અન્ય સાથે સંબંધ કાપી નાંખે. પ્રેમભર્યા સંબંધને તરોતાજા રાખવા માટે અન્ય સંબંધો પણ જરૂરી છે. કેમકે એક જ વ્યક્તિ સાથે વાત કરી કરીને અને કોઈ પણ એક જ સંબંધને નિભાવીને માણસને તેનાથી અરૂચિ થઈ જાય છે તો તમે ભુલથી પણ જાતે કરીને તમારા પ્રેમનું ગળુ તમારા હાથે ન દબાવશો.

અધિકાર જમાવવાની પ્રવૃત્તિ કોઈ કોઈના સ્વભાવમાં હોય છે. આવા લોકો બધાની ઉપર અધિકાર જમાવવા માંગે હોય છે પછી ભલેને તે ગમે તે જ સંબંધ કેમ ન હોય. પ્રેમની અંદર થોડીક વધારે અપેક્ષા હોય છે અને જો તે બધી જ અપેક્ષાઓને ન સંતોષી શકાય તો તેનાથી પણ સંબંધોમાં દરાર પડે છે. અપેક્ષા રાખનાર વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેને પ્રેમ કરનાર વ્યક્તિ તેની સાથે જ વાત કરે અને તેની દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખે. પરંતુ જો ક્યાંય પણ જાણે અજાણ્યે તે અપેક્ષા ન સંતોષાય તો મનદુ:ખ થાય છે અને તેનાથી સંબંધો બગડે છે. તેથી તમારા પ્રેમને જેવો છે તેવો જ તેને સ્વીકાર કરો.